Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લા એલસીબીએ લુંટ,છેતરપીંડી અને દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા

  • May 05, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જીલ્લા એલસીબીને ત્રણ જુદાજુદા ગંભીર ગુનાઓ સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે,જુદાજુદા ત્રણેય આરોપીઓ લુટ,છેતરપીંડી અને દારૂના ગુનામાં સંડોવાયેલા હતા. ઉચ્છલના ગવાણ પાસે થયેલી લુંટનો ભેદ ઉકેલાયો.... ઉચ્છલનાં ગવાણ ગામની સીમમાં ઉચ્છલથી નિઝર તરફ જતાં રોડ ઉપર થયેલી 8.50 લાખની લૂટ પ્રકરણમાં તાપી જિલ્લા એલસીબી પોલીસે ઉચ્છલ તાલુકાનાં ગવાણ ગામના એક આરોપીની ધરપકડ કરી હતી.મળતી માહિતી અનુસાર ગત 19મી માર્ચના રોજ સાંજના 5:15 કલાકે ઉચ્છલ તાલુકાનાં ગવાણ ગામની સીમમાં ઉચ્છલથી નિઝર તરફ જતાં રોડ ઉપરથી મૂળ રાજસ્થાનના અને હાલ ઉચ્છલના પાટીબંધારા ખાતે રહેતા નરેશભાઈ દુર્ગાપ્રતાપ શર્મા નાઓ પોતાનું મોટરસાયકલ લઈને જતાં હતા ત્યારે તેમની પાસે 8.50 લાખ રૂપિયા રોકડા હતા.જે લઈ ઉચ્છલ જતાં હતા ત્યારે એક યુનિકોર્ન મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ ચાલુ ગાડીએ નરેશભાઈને લાકડીનો ફટકો મારી નીચે પાડી નાંખ્યા હતા.ત્યારબાદ તેના મોઢાના ભાગે તથા બંને હાથના ભાગે લાકડીના સપાટા મારી તેમની પાસેના રોકડ રકમ 8.50 લાખની લૂટ ચલાવી ફરાર થઈ જવાની ઘટનામાં ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.આ ગુનાની તપાસ દરમ્યાન તાપી એલસીબી પોલીસે ખાનગી બાતમીદારોની મદદ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરી ઉચ્છલ તાલુકાનાં ગવાણ ગામના નીચલા ફળિયામાં રહેતા રમેશભાઈ શિવાભાઇ વસાવાની ધરપકડ કરી છે.અને ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઓસ્કાર કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી.નો મેનેજર ઝડપાયો... સોનગઢ ખાતે ગત 28મી જુલાઈ 2016 ના રોજ ધી ઓસ્કાર કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી. ના બ્રાન્ચ મેનેજર વિરુધ્ધ રૂપિયા 2.59 કરોડ થી વધુ રૂપિયા ઉઘરાવીને ઓફિસ બંધ કરી છેતરપિંડી કરવાની ઘટનામાં વોન્ટેડ આરોપીની તાપી એલસીબી પોલીસે ધરપકડ કરી હતી.આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016 દરમ્યાન 28 ઓગષ્ટના રોજ ધી ઓસ્કાર કો.ઓપરેટિવ ક્રેડિટ સોસસાયટી લી.કંપનીના સોનગઢ બ્રાન્ચના મેનેજર તથા અન્ય 16 આરોપી વિરુધ્ધ એકબીજાના મેળાપીપણામાં ઈરાદા પૂર્વક કાવતરું રચી કંપનીની સોનગઢ હાથી ફળિયા ખાતે આશીર્વાદ કોમ્પ્લેક્ષમાં બ્રાન્ચ ચાલુ કરી ખાતેદારો તેમજ થાપણદારોને વિશ્વાસમાં લઈ ડેઇલી રિકરિંગ,ચિલ્ડ્રન ફિક્સડિપોઝિટ તેમજ અલગ અલગ યોજના હેઠળ એજન્ટો મારફતે 2.59 કરોડ થી વધુની રકમ લઈ કંપની બંધ કરી ભાગી છૂટ્યા હતા.આ ગુનામાં વોન્ટેડ આરોપી પ્રમોદકુમાર સાબરભાઈ થલ મૂળ રહે,,ઓરિસા,હાલ રહે-સુરત ડિંડોલી નાઓની તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપીઓ ઝડપાયો.. સોનગઢના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી રતિલાલ નુરીયાભાઈ ગામીત રહે,ખેખડા,નવાપુર-નંદુરબાર(મહારાષ્ટ્ર) નાઓને બાતમીને આધારે ઝડપી પાડી સીઆરપીસી કલમ 41(1)(આઈ)  મુજબ અટક કરવામાં આવી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application