Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે બે જુદાજુદા દુષ્કર્મ કેશમાં બે આરોપીઓને આજીવન કેદની સજા,ભોગ બનનારને બે લાખનું વળતર

  • May 05, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા ખાતે સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા બે અલગ અલગ કેસના ચુકાદામાં બે આરોપીઓને આજીવન કેદની સજા તથા એક લાખ રૂપિયાનો દંડનો હુકમ કરતાં ચકચાર મચી ગઈ છે.ગત તારીખ 5મી ડીસેમ્બર 2017 ના રોજ 15 વર્ષની સગીરા સાથે થયેલા દુષ્કર્મ પ્રકરણમાં વ્યારાના પાનવાડી ખાતે રહેતા ભરતભાઇ મંગાભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.જેમના વિરુધ્ધ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાર્જશીટ થઈ જતાં જજ વિરાટ.એ.બુધ્ધ નાઓએ આ અંગે સુનાવણી હાથ ધરી હતી જેમાં સરકારી પક્ષે વકીલ વિરેન્દ્ર ત્રિવેદીએ આ અંગે ધારદાર રજૂઆત કરી હતી.જે ગ્રાહ્ય રાખી કોર્ટે ભરત રાઠોડને આજીવન કેદ (અંતિમ શ્વાસ) સુધી સખત કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ અને જો દંડ નહીં ભરે તો બીજા ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ ભોગ બનનારને બે લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.આ ઉપરાંત ગત તારીખ 19મી મે 2017 ના રોજ 13 વર્ષની સગીર બાળા ઉપર થયેલા દુષ્કર્મના પ્રકરણમાં તાપી પોલીસે પ્રવીણ ઉર્ફે પરેશ પરશોત્તમ ગામિત રહે,નાની ચીખલી,વ્યારા નાઓની ધરપકડ કરી સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.જે અંગેની સુનાવણી કોર્ટમાં થતાં કોર્ટે આ પ્રકરણમાં પણ આરોપીને કસૂરવાર ઠેરવી આજીવનકેદની સજા અને એક લાખનો દંડ તેમજ ભોગ બનનારને બે લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application