તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા ખાતે એસીબી પોલીસ દ્વારા જુદાજુદા ગુનામાં ત્રણ એસીબીના કેસ નોંધવામાં આવ્યા હતા જેમાં એક પોલીસ કોન્સટેબલ,એક સરપંચ તેમજ એક વનવિભાગના કર્મચારીને દોષિત ઠેરવી સજાનો હુકમ કરતાં ચકચાર મચી ગઈ હતી.તાપી એસીબી દ્વારા વર્ષ ૨૦૧૧ દરમ્યાન નિઝર પોલીસ સ્ટેશનના પો.કો રામસિંગભાઈ સબૂરભાઈ પટેલ નાઓને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા આ ગુનાની સુનાવણી તાપી એડિશનલ સેશન કોર્ટમાં થઈ હતી.જેમાં રામસિંગને દોષિત ઠેરવી ચાર વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.૨૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત તાપી એસીબી દ્વારા નિઝર તાલુકાનાં આમોદ ગામના સરપંચ સુદામભાઈ ફતુભાઈ વળવીને લાંચ લેતા વર્ષ ૨૦૧૧ દરમ્યાન રંગે હાથે ઝડપી પાડ્યો હતો જે અંગેનો કેસ પણ વ્યારાની સેસન કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તેમને દોષિત ઠેરવી ચાર વર્ષની સખત કેદ તેમજ રૂ.૨૦,૦૦૦/- નો દંડ કર્યો હતો.આ ઉપરાંત વર્ષ ૨૦૧૧ દરમ્યાન વ્યારા એસીબી દ્વારા વનવિભાગના સંરક્ષણ હેડ ક્લાર્ક સુશિલકુમાર રમણલાલ શિરસાગર નાઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.જે અંગેની સુનાવણી વ્યારા કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તેમને દોષિત ઠેરવી ચાર વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.૨૦,૦૦૦/- નો દંડ કર્યો હતો.જેને લઈ લાંચિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application