Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બહુ ચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં એન કે અમિન અને વણઝારા ડિસ્ચાર્જ

  • May 02, 2019 

અમદાવાદ,વડોદરા:ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે આ અરજીને મંજૂર કરી છે. કોર્ટે કહ્યું કે, બંને સામે 197 મુજબ કાર્યવાહી ન થાય.ત્યારે હેવ ડીજી વણઝારા અને એન.કે અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી છે.15 હજારના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરાઈ છે. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પૂર્વ આઈપીએસ ડી.જી.વણઝારા અને ડીવાયએસપી એન.કે.અમીનને રાહત આપતા તેમને તમામ આરોપોમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી માન્ય રાખી હતી. ૩૦મી એપ્રિલે સીબીઆઈ કોર્ટે વણઝારા અને અમીને કરેલી બંને અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.સીબીઆઈ કોર્ટના ચુકાદાને પગલે વણઝારાના વકીલ વિનોદ ગજ્જરે જણાવ્યું હતું કે ‘કોર્ટના આદેશને પગલે હવે આ એન્કાઉન્ટર વાસ્તવિક હતું તે પુરવાર થયું છે.આ વર્ષે 26મી માર્ચે વણઝારા અને અમીને કરેલી અરજીમાં તેમને આરોપોમાંથી મુક્ત કરવા અપીલ કરી હતી તેમજ આગળ કોઈ કાર્યવાહી નહીં કરવાની પણ વિનંતી કરી હતી. સીબીઆઈ કોર્ટે ગુરુવારે અરજી માન્ય રાખી બંને નિવૃત પોલીસ અધિકારીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા.ગુજરાત સરકારે બંને વિરુદ્ધ સીબીઆઈ તપાસની મંજૂરી આપવાનો ઈનકાર કર્યા બાદ સીબીઆઈ કોર્ટમાં અધિકારીઓએ અરજી કરી હતી.સીઆરપીસી ની કલમ 197 અંતર્ગત જાહેર સેવક વિરુદ્ધ ફરજના ભાગરૂપે કરેલી કાર્યવાહીની તપાસ માટે સરકારની મંજૂરીની જરૂર પડે છે.ઈશરતની માતા શમીમા કૌસરે કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે આ અરજી કાનૂની રીતે અયોગ્ય છે અને પુરાવા સામે ટકી શકે તેમ નથી તેથી બંને અધિકારીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપવાની રાજ્ય સરકાર પાસે યોગ્ય સત્તા નથી.2004ની 15મી જૂને અમદાવાદમાં 19 વર્ષીય ઈશરત જહાં સહિત જાવેદ શેખ ઉર્ફે પ્રનેશ પિલ્લઈ,અમજદ અલી અકબર અલી રાણા અને ઝીશાન જોહરને ગુજરાત પોલીસે બોગસ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.પોલીસે મૃતકોને આતંકવાદીઓ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application