Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરા:બાર અને બેન્ચની તકરાર વચ્ચે વડોદરામાં કોર્ટ પરિસરમાં એક પક્ષકારનું મોત

  • May 02, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વડોદરા:વડોદરાના નવનર્મિત કોર્ટ પરીસરમાં સન્માનજનક બેઠક વ્યવસ્થા બાબતે વકીલ મંડળ દ્વારા ચાલી રહેલી હડતાળે સોળ દિવસ પૂરા કર્યા હતા.બાર અને બેન્ચ વચ્ચે પડેલી મડાગાંઠ દરમિયાન કોર્ટ પરિસરમાં એક પક્ષકારનું હ્રદયરોગના હુમલાના કારણે મોત નીપજ્યુ હતુ.વકીલોએ બંધ પાળીને રક્તદાન કર્યુ હતુ.તેની સાથે સાથે પરીસરમાં ગંગાજળનો છંટકાવ કરીને માહોલનો પવીત્ર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.વડોદરા વકીલ મંડળ દ્વારા કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાના લેવામાં આવેલા નિર્ણયના ભાગરૂપે ગુજરાતના સ્થાપના દીને કોર્ટમાં જ વકીલોએ પોતાના જ લોહીનું દાન કર્યુ હતુ.કોર્ટ પરીસરમાં રાખવામાં આવેલા રક્તદાન શીબીરમાં મોટા પ્રમાણમાં વકીલો જોડાયા હતા.રક્ત દાન બાદ વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટના નેતૃત્વ હેઠળ વકીલો દ્વારા કોર્ટ પરીસરમાં રામધૂન સાથે ફરીને ગંગાજળનો છંટકાવ કરવામાં આવ્યો હતો.કોર્ટ પરીસરમાં એક તરફ આ માહોલ ચાલી રહ્યો હતો તે સમયે એક અદાલતમાં વકીલોની ગેરહાજરી વચ્ચે પણ કેસ ચાલી રહ્યો હતો તે સમયે કનૈયાલાલ નામના એક પક્ષકારને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો.આ અંગેની જાણ થતાં તાત્કાલીક પહોચી ગયેલા ૧૦૮ની એમ્બ્યુલન્સે તેમને સારવાર માટે કોર્ટની નજીકમાં એક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.જો કે ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.વડોદરા વકીલ મંડળ દ્વારા આ મામલે શોક વ્યક્ત કર્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application