Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં લાંચ લેતા ઝડપાયેલા પીએસઆઈ સહિત છ જણા જેલના સળિયા પાછળ ધકેલાયા

  • May 02, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના જુદા ચાર લાંચ કેસમાં પોલીસકર્મીઓને સજાના હુકમો તાપીની કોર્ટમાં કરવામાં આવ્યા હતા.પ્રથમ કેસમાં સોનગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સુરપીયા બેડીયાભાઈ વસાવા અને પિયુષ ભગવતભાઈ ગામીતને એસીબીએ સફળ ટ્રેપ કરી રંગે હાથ ઝડપી પાડયા હતા.આ બંને પોલીસકર્મીઓએ ગત તા.૧૧મી ઓગસ્ટ ૨૦૧૦ ના રોજ અકસ્માતના એક કેસમાં ફરિયાદી બરકતઅલી મજીદ રહે,સોનગઢ નાઓ પાસે રૂા.૧૦ હજારની માંગણી કરી હતી.તેમાં આ બંને પોલીસકર્મીઓ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.આ કેસમાં અધિક (એડહોક) સેસન્સ જજ વિરાટ અશોકભાઈ બુદ્ધએ બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી સુરપીયાભાઈ વસાવાને ચાર વર્ષની કેદની સજા અને પિયુષભાઇ ગામીતને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે.બીજા કેસમાં વ્યારા રેલવે સ્ટેશન ખાતે રૂા.૬૦૦ની લાંચ લેતા તા.૨૯મી માર્ચ ૨૦૦૮ના રોજ ઝડપાયેલા વેસ્ટન રેલ્વેમાં આરપીએફ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુભયસિંહ ઓમપ્રકાશસિંહ ભગોરે રહે,સોનગઢ રેલ્વે સ્ટેશની સામે ને ચાર વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.આ કેસમાં આરોપી સુભયસિંહ ઓમપ્રકાશસિંહ ભગોરે ટ્રેનમાં ખમણ વેચવાનો ધંધો કરતાં સુરેશભાઈ ઓમકારભાઈ પવાર રહે,નવાપુર પાસે ટ્રેનમાં ખમણ વેચવા માટે રૂા.૬૦૦ ના હપ્તા ની માંષણી કરી હતી.ત્રીજા કેસમાં ઉચ્છલ પોલીસ મથકમાં તારીખ ૧૨મી જુલાઈ ૨૦૦૬ ના રોજ ફરજ બજાવતા પીએસઆઇ દિલીપભાઈ નટવરભાઈ રાવ રહે,કલોલ,ગાંધીનગર એ નિઝરના ખડકલા ગામના કાંતિલાલ જહાષુ પાડવી પાસે ઉચ્છલ હાઈવે પર ગાંધીનગર નજીક થયેલ એક અકસ્માતમાં કબજે લેવામાં આવેલ મોટરસાયકલને છોડવા માટે રૂા.૧૦ હજારની માષણી કરી હતી.ફરિયાદીએ લાંચની આ માંગણી બાબતે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવીને પીએસઆઇ દિલીપભાઇ રાવ અને ઉચ્છલ પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી ના સભ્ય જયસિંષ રવજીભાઇ ગામીતને રંગેહાથ રૂા.૧૦ હજારની લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા.આ કેસમાં કોર્ટે પીએસઆઇ દિલીપ રાવ અને જીઆરડી ના સભ્ય જયસિંષ ગામીત બન્નેને ત્રણ-ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.ચોથા કેસમાં વ્યારા પોલીસ મથકના કોન્સ્ટેબલ શિવાજી નામદેવ પાટીલ રહે,વ્યારા નાએ તા.૨જી જુલાઈ ૨૦૧૦ના રોજ ખુટાડીયા તા.વ્યારાના રહેવાસી અનિલભાઈ ઠુણાભાઇ ગામીત તથા તેમના ભાઈની જમીનના એક ઝઘડામાં ધરપકડ કરી મામલતદારની કોર્ટમાં વહેલા રજુ કરવા રૂા.૧૦૦૦ની માષણી કરી હતી.તેમાં રૂા.૨૦૦ તે જ દિવસે આરોપી પોલીસ કર્મીને આપી દેવાતા બન્નેને મામલતદારની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.બાકીના રૂા.૮૦૦ જામીન મુક્ત થયા પછી આપવાના વાયદા પ્રમાણે તા.૫મી જુલાઈ ૨૦૧૦ના રોજ રૂા.૮૦૦ની લાંચ લેવા જતા આરોપી પોલીસ કોન્સ્ટેબલ શિવાજી પાટીલ એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયો હતો.તેને આ કેસમાં કસૂરવાર ઠેરવી ૩ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application