તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરના શંકર ફળિયા ખાતે રહેતાં નીલમબહેન સુક્કર ભાઈ જાદવે વ્યારા પોલીસને આપેલી અરજીમાં જણાવ્યા મુજબ નીલમબહેન દ્વારા અઢી વર્ષ પહેલાં પૈસાની જરૂર હોય તો મનોજ સુકનેવાલા પાસેથી તે સમયે રૂ.5000/- વ્યાજે લીધા હતા.હું અઢી વર્ષથી દર મહિને વ્યાજના રૂપિયા 1000 તેને ચૂકવતી આવી છું.જે રકમ આશરે 30,000/- જેટલી થવા જાય છે.ત્યારબાદ રૂપિયા 2000/- ઉછીના લીધા હતા તે સમયે ઘરનું કબાટ ગીરવે મુકાવ્યું હતું.જેનાં 500/- રૂપિયા વ્યાજ આશરે સાત મહિનાથી ભરું છું,મેં તેને રૂપિયા 2000/- હજાર આપી કબાટ પરત માગ્યું તો 2000/- નુ વ્યાજ ચાલુ રાખવા દબાણ કરે છે અને અપશબ્દો બોલી ધમકી આપે છે.વ્યાજે રૂપિયા આપવાનું બંધ કરવું હોય તો શરીર સબંધ રાખવા અને બહાર ફરવા જવા માટેનું દબાણ કરી ગંદી ભાષાનો ઉપયોગ કરે છે તેમજ મનોજ સુકનેવાલા અનેક ગુનાઓમાં જેલ ભોગવી આવેલ છે એટલે બીક છે કે મને કયારેય પણ કંઈ પણ કરી શકે છે.તેમજ બીજી અરજીમાં પ્રતીક્ષાબેન વિજયભાઈ ગામીત રહે,શંકર ફળિયુ કપુરા પંચાલ ની પાછળ વ્યારા એ જણાવ્યું હતું કે,થોડાક સમય પહેલાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય રૂપિયા 5000/- જરૂર હતી.ફળિયામાં રહેતો મનોજ સુકનેવાલે વ્યાજે રૂપિયા આપતો હોય તે સમયે મેં એની પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા.જેના 20 ટકા લેખે વ્યાજ ગણાતો હોય મહિને અમો તેને રૂપિયા 1000 દર માસે વ્યાજના ચૂકવતા હતા.આ વ્યાજ અમો એ તેને એક વર્ષ કરતા વધુ સમયથી ચૂકવતા આવ્યા છીએ જેથી અમોએ તેમની પાસેથી ઉછીના લીધેલા 5000/- કરતાં લીધેલા ડબલ કરતાય વધુ રકમ ચૂકવી દીધી છે. હવે અમો તેને વ્યાજના વધુ નાણાં ચુકવી શકીયે તેવી સ્થિતિમાં નથી.વ્યાજે રૂપિયા આપનાર મનોજ સુકનેવાલે ને મેં ઉછીના લીધેલા રૂપિયા વ્યાજ પેટે આપી દીધા છે,પરંતુ આ રૂપિયા ઉછીના આપતી વેળાએ તેની પાસે મેં સોની કંપનીનો ઝેડ અલ્ટ્રા મોબાઈલ કિંમત રૂપિયા 22,000/- તેમજ પેનાસોનિક કંપનીનું વોશીંગ મશીન ગીરવે મૂક્યું હતું.તે પરત કરતો નથી.આ વસ્તુઓ લેવા જઈએ ત્યારે અમોને ગંદી- ગંદી ગાળો બાલે છે અને મારા સાસુ રસ્તામાં જ્યાં દેખાય ત્યાં ઊભી રાખીને ગાળો બોલે છે અને કહે છે કે જો વ્યાજ નહીં ચૂકવ્યું તો તારી મા-બેન એક કરી દઈશ.આવી ધમકી આપતાં બંને મહિલાઓ દ્વારા વ્યારા પોલીસમાં લેખિતમાં અરજી આપી ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application