તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના લોટરવા ગામના ભક્ત ફળીયામાં મકાનના દરવાજે મારેલ તાળાનો નકુચો તોડી કબાટ માંથી સોના-ચાંદીના ઘરેણા સહિત રૂપિયા ૧,૨૦૦૦૦ મત્તાની ચોરી થઇ હોવાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે રજીસ્ટર થઇ છે.મળતી માહિતી અનુસાર તા.૨૯મી એપ્રિલ નારોજ,વ્યારા તાલુકાના લોટરવા ગામે ભક્ત ફળિયામાં રહેતા રમણભાઇ ચંદુભાઇ પરમાર નાં મકાનના આગળના દરવાજે મારેલ તાળાનો નુકચો તોડી કોઈ અજાણ્યો ચોર ઇસમ મકાનમાં પ્રવેશ કરી,બેડરૂમમાં મુકેલ કબાટનાં દરવાજા તથા બેડરૂમના કબાટમાં મૂકેલ કબાટના દરવાજા બળ વાપરી તોડી કબાટમાં મૂકેલ સોના-ચાંદીના ઘરેણાં જેની કુલ રૂપિયા ૧,૨૦,૦૦૦/- ની મતાની ચોરી કરી લઇ નાસી ગયો હોવાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે રમણભાઇ ચંદુભાઇ પરમાર નાઓએ કરી હતી જેમની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ કાકરાપાર પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.બી.પટેલીયા કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application