તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરના કાનપુરા વિસ્તારમાં સેલ્સ બનીને આવેલો ગઠિયાએ લિકવિડથી વાસણો ચમકાવી આપું છું તેવું કહી પહેલા તાંબાનો લોટો ચમકાવી આપ્યો,અને ત્યારબાદ ચંપાબહેને પોતાના હાથમાં પહેરેલ આશરે ૪૦ હજાર રૂપિયાની સોનાની બંગડી નંગ-૪ ચમકાવી આપવાની લાલચ આપી ચારેય બંગડીઓ હળદર વાળું ગરમ પાણી ભરેલ સ્ટીલના ડબ્બામાં મુકવાનું જણાવી ચંપાબેન ની નજર ચૂકવી સોનાની બંગડીઓ લઈ ગઠિયો ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.બનાવ સંદર્ભે ચંદ્રકાંતભાઈ ગણપતભાઈ પંચોલી રહે,કાનપુરા સહકારી મંડળી પાછળ-વ્યારા નાઓએ વ્યારા પોલીસ મથકે ફરીયાદ કરી હતી જેના આધારે વ્યારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application