Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ટ્રાફિક શાખાનો પીએસઆઇ રૂપિયા ૯ હજારની લાંચ સ્વીકારતા ઝડપાયો

  • May 01, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:એસીબીએ વ્યારા ખાતે ટ્રાફિક શાખા ના પીએસઆઇ પરેશભાઈ રતુભાઈ ચૌધરી ને લાંચના કેસમાં રંગેહાથ ઝડપી પાડ્યા છે.ત્રણ ટ્રક નિઝરથી સુરત સુધી રેતી ભરીને જતી હોય,ત્રણેય ટ્રકો ગત તારીખ ૩૦મી એપ્રિલ નારોજ પકડાઈ હતી.એક ટ્રક ના ૩૦૦૦/- લેખે ત્રણ ટ્રકના ૯૦૦૦/- રૂપિયાની લાંચ માંગી હતી.જેના લાંચ પેટે માંગેલી રકમ સ્વીકારવા જતા પીએસઆઇ વ્યારાના મિશન નાકા પાસે આવેલ ઉગમ બિલ્ડીંગમાં આવેલ ખેતલાઆપા ટી-સ્ટોલની સામે પોતાની સ્વીફ્ટ કારમાં ૯૦૦૦/- રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથે એસીબીની ટ્રેપમાં ઝડપાઈ ગયા હતા.બનાવના પગલે પોલીસ બેડામાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.સમગ્ર મામલે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application