તાપીમિત્ર ન્યુઝ,તાપી:લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ઊંચું 63.89 ટકા મતદાન નોંધાયું છે.ગુજરાતની મોટા ભાગની બેઠક પર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે,2014માં ગુજરાતમાં 63.31 ટકા મતદાન થયું હતું,ત્યારે તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.ગુજરાતમાં થયેલા 63.89 ટકા વોટિંગ સાથે 52 વર્ષ જૂનો રેકર્ડ તૂટ્યો છે.વર્ષ 1967માં સૌથી વધુ 63.77 ટકા (4.85 ટકા અમાન્ય મત વગર) મતદાન થયું હતું.એ સમયે ગુજરાત 24 સાંસદને લોકસભામાં મોકલતું હતું. 2014માં 16મી લોકસભાના ગઠન માટે 63.31 ટકા મતદાન થયું હતું.EVMના માધ્યમથી મતદાન થયું હોવાથી તેમાં રિજેક્ટેડ વોટ ન હતા.જો રિજેક્ટેડ મતને પણ ગણતરીમાં લેવામાં આવે તો 26 બેઠક બન્યા બાદ 1998માં સૌથી વધુ 63.76 ટકા (માન્ય 59.31 તથા રિજેક્ટેડ 4.45 ટકા સહિત) મતદાન થયું હતું.1977થી ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application