Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી-વાલોડ માર્ગ પર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત:એકનું સારવાર દરમિયાન મોત

  • April 25, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ તાલુકાના રાનવેરી ગામના પાટિયા પાસે તા,24મી એપ્રિલ નારોજ એક હોન્ડા ડ્રીમ મોટર સાયકલ નંબર જીજે-૨૬-એફ-૮૬૨૭ ના ચાલકે પોતાના કબજાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હિરો સ્પેલન્ડર પ્રો મોટર સાયકલ નંબર જીજે-૨૬-જે-૪૭૦૭ ને ટક્કર મારી દેતા મોટર સાયકલ ઉપર બેસેલ યુસુફભાઈ તેમજ એલીસાબેન ને શરીરે ઓછીવતી ઈજાઓ પહોચી હતી.તેમજ મોટર સાયકલ ચાલક દિલીપભાઈ ચેતનભાઈ ગામીત (ઉ.વ.૫૨)રહે,રીંગણકચ્છ,નદી ફળીયું તા.ડોલવણ જી.તાપી નાને ડાબા પગમાં તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમનું સારવાર દરમ્યાન તા.૨૩મી એપ્રિલ નારોજ સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે મોત નીપજ્યું હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકે રજીસ્ટર થયો હતો ત્યારબાદ વાલોડ પોલીસ ચોપડે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે,બનાવ અંગે યુસુફભાઈ દિલીપભાઈ ગામીત રહે,રીંગણકચ્છ,નદી ફળીયું તા.ડોલવણ જી.તાપી નાઓએ ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે હોન્ડા ડ્રીમ મોટર સાયકલ નંબર જીજે-૨૬-એફ-૮૬૨૭ ના ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ એએસઆઈ રૂપસીંગભાઈ નાનીયાભાઈ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application