તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:બારડોલી લોકસભામાં તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ત્રણ ગામના લોકોએ રસ્તા,પાણી,વિજળી, આરોગ્ય,શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ ન મળતાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી અહીં એક પણ મત પડ્યો નથી.સોનગઢના બુધવાડા,જૂના આમલપડા,જુની કુઈલિવેલ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.આ ત્રણેય ગામના પુરુષો, મહિલાઓ અને યુવાનો મત આપવા આવ્યા નથી. ચૂંટણી અધિકારી, મામલતદાર દ્વારા મતદાનની અપીલ કરવા છતાં પણ તેઓ માન્યા નથી. હવે, મામલતદાર દ્વારા એક પણ પક્ષને નહીં તો NOTAમાં મત આપવા માટે ગામના લોકોને સમજાવાઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500