તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:બારડોલી લોકસભા બેઠક ઉપર આવતીકાલે ૧૮,૨૬,૧૮૯ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વોટ આપવા જશે.લોકસભાની ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાનાર છે,ત્યારે ૨૩-બારડોલી સંસદીય મત વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી કામગીરીની તમામ કામગીરીને આખરી ઓપ આપી દીધો છે.હાલ દરેક બૂથ માટે ઇવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે.તો ચૂંટણીની કામગીરીને લઈને કર્મચારીઓ પણ તૈનાત કરી દેવાયા છે.તો બીજી બાજુ તાપી જીલ્લામાં સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ જવાનો અને પેરામિલટરી ફોર્સની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે,૨૩-બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા મતવિભાગમાં ૩૫ મહિલા સંચાલિત મતદાન મથકો અને ૭ દિવ્યાંગ અધિકારી/કર્મચારી સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.૨૩-બારડોલી સંસદીય મતવિભાગમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા મતદાર વિભાગના કુલ ૨૨૦૨ મતદાન મથકો પરથી ૯,૩૪,૫૩૮ પુરૂષ, ૮,૯૧,૬૩૧ મહિલ અને ૨૦ અન્ય મતદારો મળી કુલ ૧૮,૨૬,૧૮૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી ૧૨ ઉમેદવારના ભાવિને ઇ.વી.એમમાં કેદ કરશે.૨૩-બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ઠ સાતે સાત વિધાનસભા મતવિભાગ યોજાનાર મતદાનની સમાગ્રી મોકલવા તેમજ ઇ.વી.એમ/વીવીપેટ પરત લેવા માટે વિધાનસભા મતદાર વિભાગ પ્રમાણે ડિસ્પેચીંગ એન્ડ રિસીવીંગ સેન્ટરો નિયત કરાયા છે.૧૫૬-માંગરોળ વિધાનસભા બેઠક માટે એસ.પી મદરેસા હાઇસ્કૂલ માંગરોળ,૧૫૭-માંડવી માટે બી.બી.અવિચલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,માંડવી,૧૫૮-કામરેજ વિધાનસભા માટે આર્ટસ,કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ,ખોલવડ,૧૬૯-બારડોલી વિધાનસભા બેઠક માટે ગંગાધરા હાઇસ્કૂલ,ગંગાધરા, ૧૭૦-મહુવા બેઠક માટે સરકારી વિનયન કોલેજ,કાછલ,૧૭૧-વ્યારા વિધાનસભા બેઠક માટે શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ શ્રી જે.કે.શાહ એન્ડ શ્રી કે.ડી.શાહ કોમર્સ કોલેજ વ્યારા અને ૧૭૨- નિઝર વિધાનસભા મતવિભાગ માટે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ નિયત કરવામાં આવી છે.હાલ જિલ્લામાં સર્વત્ર ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે.આજે સવારથી જ આ કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે.લગભગ તમામ મતદાન મથકોમાં આજે બપોર સુધી તંત્ર દ્વારા ઇવીએમ ગોઠવી દેવામાં આવશે.આવતીકાલે સવારે પાંચ વાગ્યાથી પોલીસ સહિત અર્ધ લશ્કરી દળો મતદાન પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ખડેપગે રહેશે.(સાંકેતિક તસ્વીર)
high light-23-લોકસભા બેઠક માટે ૨૨૦૨ મતદાન મથકો પર મતદાન થશે.
high light-૯,૩૪,૫૩૮ પુરૂષ, ૮,૯૧,૬૩૧ મહિલ અને ૨૦ અન્ય મતદારો મળી કુલ ૧૮,૨૬,૧૮૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી ૧૨ ઉમેદવારના ભાવિને ઇ.વી.એમમાં કેદ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500