Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકસભા ચૂંટણીના મતદાનના ૪૮ કલાક પહેલા બહારના ચૂંટણી પ્રચારકોને તાપી જિલ્લાનો લોકસભા વિસ્તાર છોડી દેવો

  • April 21, 2019 

વ્યારા:આગામી તા.૨૩મી, એપ્રિલે,ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન થનાર છે.આ મતદાન મુકત,ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય,જાહેર જનતા કોઇ પણ પ્રકારના શેહશરમ વગર મતદાન કરી શકે તે માટે તાપી જિલ્લાના લોકસભા મતવિભાગોમાં બહારના રાજકીય પદાધિકારીઓ,પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકોએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે તા. ૨૧/૦૪/૨૦૧૯ના સાંજના ૧૮:૦૦ કલાકેથી ચૂંટણી પ્રચાર કરતા અટકાવવાના હેતુથી સાવચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન તાપી જિલ્લાના લોકસભા મતદાર વિભાગોમાં બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જેઓ તે વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે તા. ૨૧/૦૪/૨૦૧૯ના સાંજના ૧૮:૦૦ કલાક પછીથી તાત્કાલિક ધોરણે તાપી જિલ્લામાં સમાવિષ્ઠ તમામ લોકસભા મતદાર વિભાગો છોડી જતા રહેવું.મતદાન પુરૂં થવાના સમયની તુરંત પહેલાના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ઘર ઘર ફરીને ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ નથી. પરંતુ આ સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘર ઘરની મુલાકાત લેતી વખતે એક સાથે પાંચ વ્યક્તિ જઇ શકશે. વધુમાં ઉપર્યુંકત પ્રતિબંધના સમય દરમિયાન પક્ષના કાર્યકરો/નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી,મફલર પહેરી શકશે પરંતુ તેઓને બેનર્સ પ્રદર્શિત કરવાની મંજુરી આપી શકાશે નહિં. ચૂંટણી આયોગની સૂચના મુજબ ચૂંટણી પુરી થવાના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન સ્ટાર પ્રચારકો તથા અન્ય રાજકીય નેતાઓ મીડીયા સમક્ષ ચૂંટણી સંબંધિત પ્રેસ કોન્ફરન્સ યોજી શકશે નહિં કે ઇન્ટર્વ્યુ આપી શકશે નહિં.તાપી જિલ્લામાં પોલીસ તંત્ર તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સાર્વજનિક સભાખંડો,હોટલ,રેસ્ટોરન્ટ,વીશી અને અતિથિ ગૃહોની ઘનિષ્ઠ તપાસણી કરવી તથા મતદાર વિભાગની દહમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવેલ કોઇ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહિં હોવાની ખાતરી કરવાની રહેશે.રાજકીય પક્ષના રાજયકક્ષાના ઇન્ચાર્જ પદાધિકારીઓએ રાજયના હેડક્વાર્ટરમાં રોકાવાના હોય તે સ્થળ જાહેર કરવાનું રહેશે તથા સામાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવન-જાવન કરી શકશે. આ હુકમ તા. ૨૧/૦૪/૨૦૧૯ના કલાક ૧૮:૦૦ થી તા. ૨૩/૦૪/૨૦૧૯ના કલાક ૧૮:૦૦ સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application