Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ સહિત જીલ્લા ભરમાં કેસરિયો માહોલ:ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણી

  • April 19, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ સહિત જીલ્લા ભરમાં હનુમાન જયંતીની ભક્તિભાવાથી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ઠેકઠેકાણે હોમ-હવન હનુમાન ચાલીસાના પાઠ,મહાઆરતી,મહાપ્રસાદ સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.સોનગઢના દસેરા કોલોની ખાતે આવેલ જય વિજય હનુમાનજીના મંદિરે ઉતર ભારતીય સમાજ તરફથી એક દિવસ પૂર્વે અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી મહા પ્રસાદીનો લાભ લીધો હતો.વ્યારામાં તાલુકા શાળા પાસે આવેલ પાંચ મુખી હનુમાન મંદિરે પણ મહાઆરતી,મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.વ્યારા નગર માં આવેલા તમામ હનુમાનજી ના મંદિરો માં હનુમાનજ્યંતી ની ભવ્ય ઉજવણી  કરાઈ હતીજેમાં વ્યારા નગર ના અભિષેક એસ્ટેટ પાસે આવેલ સંકંટ મોચન હનુમાજી ના મંદિરે અખંડ રામાયણ ના પાથ નું વાંચન ઉત્તરભારતીય સમાજ અને સ્થાનિક ભક્તો દ્વારા કરાયા હતા.વ્યારા નગર ના ગોલવાડ ખાતે આવેલ હનુમાજીના ના મંદિરે  ભક્તો દ્વારા 11 ફૂટ થી ઉંચી હનુમાજી ની પ્રતિમા ની શોભાયાત્રા સવારે નગરમાં નીકળી હતી.જેમાં નગર ના ભાવિક ભક્તો જોડાયા હતા.આ સિવાય વ્યારા નગર ના રોકડીયા હનુમાનજી  મંદિર,માછીવાડ ખાતે આવેલ પ્રાચીન હનુમાનજી મંદિરે,તુફાની હનુમાનજી મંદિર,તાળકુવા ટેકરી પાસે આવેલ મંદિરે  સહીત નગર નાના  મોટા તમામ મંદિરે વહેલી સવાર થી પૂજા અર્ચના,હોમ હવન અને આરતી અને મહાપ્રસાદી ના ભંડારાના કાર્યકરમો આયોજન કરાયા હતા.વ્યારા નગર સહિત જીલ્લા ભરમાં દિવસભર ઠેર ઠેર હનુમાનજી ના મંદિરોમાં કાર્યકારનો ના કારણે સમગ્ર નગર જય હનુમાજી ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું.વ્યારાના ગ્રામ્ય વિસ્તારો માંઆવેલ હનુમાન જયંતી પર્વે બટુક ભોજન,મારૂતિ યજ્ઞ,સુંદરકાંડ,સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા.વ્યારા નગર ખાતે સ્ટેશન રોડ પર નવા બસસ્ટેનડ સામે ભાવિક ભક્તો દ્વારા મફત છાસ વિતરણ કરાયું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application