તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ તાલુકાના ચોરવાડ ગામના ફાટક પાસેથી થોડે આગળ આવેલ ટેકરા ઉપર તા.18મી એપ્રિલ નારોજ આઈસર ટેમ્પો નંબર જીજે-05-બીએક્સ-8405 ના અજાણ્યા ચાલકે પોતાના કબજાનો આઇસર ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી હંકારી લાવી રોડની બાજુમાં ઊભેલ પેવર મશીન નંબર જીજે-02-બીએસ-389 સાથે એસીડન્ટ કરતા ટેમ્પો ચાલક સહિત પાંચ જેટલા મુસાફરોને શરીરે ઓછી વધતી ઈજાઓ પહોંચી હોવાનો સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે,બનાવ અંગે રમણભાઇ બાજયાભાઇ ગામીત રહે,વીરપુર ડુંગરી ફળિયુ તા.વ્યારા નાઓની ફરિયાદને આધારે અજાણ્યા આઈસર ટેમ્પો ચાલક વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application