તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:ચૂંટણીના ગરમાતા જતા માહોલ વચ્ચે વાલોડના બાજીપુરા ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં "વિજય વિશ્વાસ સંમેલન” યોજાયું હતું,જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ધગ ધગતી ગરમીમાં ઉપસ્થિત રહ્યા હતા.કોંગ્રેસ અધ્યક્ષે પોતાના વ્યક્તવ્યમાં મોદી સરકાર પર વાંક પ્રહારો કરી કોંગ્રેસના લોક કલ્યાણ કારી વાતો કરી હતી.તેમણે સભામાં ઉપસ્થિત લોકોને પૂછ્યું હતું કે,ખેડૂત અને બેરોજગાર યુવાઓ ની ઘર બાહર ચોકીદાર નજરે છે ?? નહીં,ચોકીદાર તો અનીલ અંબાણી ની ઘર સામે નજરે પડે છે,વિજય માલ્યા,મેહુલ ચોકસી,નિરવ મોદી ના ઘરની સામે નજરે પડતા છે,પરંતુ ચોકીદારે એ નહી બતાવ્યું કે કોની ચોકીદારી કરવા જઈ રહ્યા હતા.બીજેપી સરકારને આડે હાથે લઈને કોંગ્રેસનો મેનીફેસ્ટો રજુ કર્યો હતો,
તાપી જીલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આજરોજ આવેલ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ,જીએસટી,નોટબંધી કાળા નાણાં મુદ્દે બીજેપી સરકારને આડે હાથે લઈને કોંગ્રેસનો મેનીફેસ્ટો રજુ કર્યો હતો,તેમને ગરીબોને વાર્ષિક 72,000 આપવાની સાથે તે નાણાં મહિલાઓના ખાતામાં જમા થવાની વાત કરી હતી.તેમણે ખેડૂત હિતમાં વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસની સરકાર બનતાજ ખેડૂતો ની લોન માફ થશે.તેમણે ગરીબોને વાર્ષિક 72,000 આપવાની સાથે તે નાણાં મહિલાઓના ખાતામાં જમા થવાની વાત કરી હતી.અને તે રૂપિયા કઈ રીતે આવશે તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી,રાહુલ ગાંધીએ જીએસટી અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે,દેશમાં એકજ ટેક્ષ હશે,જે હાલ પાંચ અલગ અલગ સ્ટેજ માં છે તે નહીં હોય અને તે ટેક્સ ઘણો ઓછો હશે તેવું તેમણે જણાવ્યું હતું.તેમજ બારડોલી લોકસભા મત વિસ્તારમા સમાવિષ્ટ આદિવાસી લોકોને આકર્ષવા માટે તેમણે પેસા એક્ટ ની વાતો કરી હતી,કોંગ્રેસ અધ્યક્ષએ બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે કોંગ્રેસ સરકારે કઈ રણનીતિ ઘડી છે તે અંગે સ્પષ્ટતા કરી હતી,તેમણે વધુમાં જણવ્યું કે,મોદી સરકારમાં બેરોજગારીનો દર વધ્યો છે,તે દૂર કરવાને માટે તેઓ 22 લાખ સરકારી નોકરીઓ આપશે,રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે,અમારી સરકાર બનશે તો ખેડૂતોની લોન લીધા બાદ તે પૈસા ચૂકવવા અસમર્થ થશે તો તેમને જેલમાં નહીં જવું પડે,કોંગ્રેસ બે પ્રકારના બજેટ બનાવશે એક નેશનલ બજેટ હશે અને એક ખેડૂતો માટેનું બજેટ હશે,ચૂંટણી ટાણે આક્ષેપ પ્રતિઆક્ષેપ ના દૌર હાલ ચાલી રહ્યો છે,એક તરફ બીજેપી સરકાર વિકાસ અને સર્જીકલ સ્ટ્રાઇક મુદ્દે ચૂંટણી મેદાનમાં ઉતરી છે તો બીજી તરફ કોંગ્રેસ બીજેપી સરકાર ની નિષ્ફ્ળતા લોકો સમક્ષ મૂકી રહી છે,ગત દસમી એપ્રિલે દેશના પ્રધાન મંત્રી મોદી ની તાપી માં થયેલ જાહેર સભા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તાપી જિલ્લાની જાહેર સભાઆ બેઠકના ના ઉમેદવારો માટે કેટલી ફળદાયી નીવડશે તેતો ચૂંટણીના પરિણામો બાદ જ મલમ પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500