તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:બે જુદાજુદા બનાવોમાં માંદગીના બીછાને પડેલી બે વૃધ્ધ મહિલાઓને 181 મહિલા હેલ્પલાઇન ટીમે તેમના પરિવારને સોપી હતી.સોનગઢ હોસ્પિટલ માંથી પણ 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ આવેલ કે એક વૃધ્ધા છેલ્લા અઠવાડિયા થી સારવાર હેઠળ છે તેઓ ની તબિયત સારી થયેલ છે પરંતું તેમના કોઈ સગા સબંધી ના હોવાથી તેમને યોગ્ય જગ્યાઍ મુકવા ભલામણ કરી હતી.જેથી વ્યારા ટીમે વૃધ્ધાની પૂછપરછ કરતા જણાઈ આવ્યું હતુ કે,તેઓ સોનગઢ તાલુકા ના કોઈ ગામ ના છે માત્ર આટલી માહિતી મળી હતી અને ટીમ મળે ઘ્વારા તેમની વિગત આજુબાજુ ના આગેવાનો ને મોકલી આપતાં એક ગામ ના આગેવાને જણાવેલ કે,આ વૃધ્ધા અમારા ગામની છે તે ઘરે થી કોઈ ને જાણ કર્યો વિના એક મહિના થી નીકળી ગયેલ છે તેમનો પરિવાર તેમને શોધે છે તેઓની પાસેથી ગામ નું સરનામું મેળવી વૃધ્ધા ને રેસક્યુ વાન ઘ્વારા તેમના પરિવાર ને શોધી સોંપવામાં આવ્યા હતા.બીજા બનાવમાં મળતી માહિતી મુજબ 70 વર્ષ ની આજુબાજુ ના સોની બેન પાવર ની તબિયત સારી રહેતી ના હોવાથી તેથી માનસિક રીતે અસ્વસ્થ રહેતા હતા તેઓ કોઈ ને જાણ કર્યો વગર ઘરે થી આશરે 10 મહિના પહેલા નીકળી ગયા હતા અને ફરતા ફરતા વ્યારા આવી પહોંચ્યા હતા જ્યાં તેમની તબિયત બગડતા કોઈ વ્યક્તિએ જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતા છેલ્લા 10 દિવસ થી તેઓ હોસ્પિટલ માં હતા તેમના કોઈ વાલી વારસ ના હોવાથી 181 મહિલા હેલ્પ લાઈન-વ્યારાનો સંપર્ક કરી તેમને મદદ કરવા જણાવેલ.ફરજ પર ના મહિલા કાઉન્સેલર ઘ્વારા તેમને ખુબજ આશ્વાસન આપી તેમના પરિવાર વિશે પૂછતાં તેઓ નો પરિવાર બરડીપાડા ગામ માં રહે છે જેથી રેસ્ક્યુવાન તેઓ ને લઈ બરડીપાડા પહોંચતા તેમના ઘર વિશે પૂછતાં તેઓ કઈ બોલી શક્યા ના હતા જેથી ગામમાં પૂછપરછ કરતા જાણકારી મળી હતી કે,તે ડાંગ જિલ્લા ના સુબીર નજીક ના ગામ ના છે જેથી રેસક્યુ વાન તે ગમે જઈ તેમના દિકરા ને શોધી કાઢ્યા હતા અને તેમને પોતાના માતા ને ઓળખી કાઢ્યા હતા.દિકરા ને પોતાની માતા ની કાળજી રાખવા નું જણાવી તેમની સોંપણી કરવામાં આવી હતી.આમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ-વ્યારા નાઓએ બે જુદાજુદા બનાવોમાં માંદગીના બીછાને પડેલી બે વૃધ્ધ મહિલાઓના પરિવારજનોને શોધી કાઢી તેમના પરિવારને સોપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application