Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિકાસના નામે મત માગનારાઓને અર્પણ:પ્રાથમિક સુવિધાઓથી વંચિત ત્રણ ગામોના હજારો લોકોએ લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનરો માર્યા

  • April 17, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:ઉકાઈ ડેમ ના નિર્માણ સમયે જમીન ગુમાવનારા કેટલાક ગામો ની હાલત દયનિય બની છે,આજે આ ગામોને સરકાર દ્વારા કેટલીક પાયાની સુવિધાઓ પણ મળી નથી,જેને પગલે આજે સોનગઢ તાલુકાના અંતરીયાળ વિસ્તારના ગ્રામજનોએ ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે,આ ગામોની વરંવારની લેખિત મૌખિક રજૂઆતો નિષ્ફળ નીવડતા આખરે આ ગામોના લોકોએ ચૂંટણી નો બહિષ્કાર કરવા મજબુર બન્યા છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં સ્થિત ઉકાઈ ડેમમાં પોતાની મહામૂલી જમીન ગુમાવનારા વિસ્થાપિત ગામો બુધવાળા,જૂની અમલીપાડા,કુઇલીવેલ જેવા ગામો ડુંગરાળ વિસ્તારોમાં વસેલા છે,આશરે આ ત્રણ ગામોની વસ્તી 4 થી 5 હજારની છે,આ ગામોને આજે પણ પાયાની કહી શકાય તેવી રસ્તા,પાણી,વીજળી,આરોગ્ય જેવી સુવિધાઓ આજે આઝાદીના સાત દાયકઓ બાદ પણ મળી નથી,જેને લઇ ગ્રામજનોનો રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે,અને આવનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર આ ત્રણ ગામોના લોકો કરનાર છે,અને તે માટેના બેનરો પણ ગામમાં લગાવી દીધા છે.અધિકારી પદાધિકારીઓને ગામોની પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વર્ષોથી લેખિત મૌખિક વારંવાર ની રજૂઆતો ગામના આગેવાનો દ્વારા કરવામાં આવી છે,2008 માં જેતે સમયના રાજ્યના મુખ્ય મંત્રી અને હાલના દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને પણ લેખિત રજૂઆતો કરાઈ ચુકી છે,ચૂંટણી ટાણે મતો ની ભીખ માંગવા માટે નેતાઓ આ ગામ માં આવતા હોય છે,અને આ ગામના લોકો 90 ટકાની આસપાસ દરેક ચૂંટણીઓમાં મતદાન પણ કરે છે,તેમ છતાં આ ગામનો વિકાસ આઝાદીના સાત દાયકાઓ બાદ પણ રૂંધાયો છે,ભૂતકાળમાં રોડની અસુવિધાને પગલે આરોગ્યની 108 એમ્બ્યુલન્સ ગામમાં ન આવતા ગામના સાત જેટલા લોકોએ જીવ પણ ગુમાવી ચુક્યા છે,તેમ છતાં સત્તાના રંગે રંગાયેલા લોકોના રુંવાટા સુધ્ધાં ફરક્યા નથી,ઉકાઈ ડેમના વિસ્થાપિતો ગામો પૈકી સાતકાશી,પાઘડધુવા,જુના આમલપાડા,બુધવાળા,જૂની કુઇળીવેલ,જૂની સૉલ્ટીપાડા જેવા છ જેટલા ગામોની હાલત આજે સાત દાયકા બાદ પણ દયનિય બની છે,સોનગઢ થી 35 કિલોમીટર દૂર આવેલા ડુંગરાળ વિસ્તારોમાં વસેલા આ ગામોને પાકા રસ્તા જેવી સુવિધાઓ પણ ન મળતા ગ્રામજનોએ ભારે હાડમારી ભોગવવી પડી રહી છે, ચોમાસાના દિવસોમાં આ ગામો સંપર્ક વિહોણા થઇ જાય છે,દિન પ્રતિદિન અહીંના લોકોની સ્થિતિ દારુણ બની રહી છે,અને સરકાર કે અધિકારીઓ તેમનું કશું સાંભળતા ન હોવાને લઇ આખરે ત્રણ ગામોના હજારો લોકોએ આવનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાંનો નિર્ણય કરી ગામમાં ઠેર ઠેર ચૂંટણી બહિષ્કારના બેનરો માર્યા છે, અને તેમની વરસો જૂની માંગ ન સંતોષાય ત્યાં સુધી તેઓ મતદાનથી અગડા રહેવાની વાતો કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application