તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૨૩મી,એપ્રિલે લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન તાપી જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી આશાબેન વસાવા તરફથી મળતી વિગતો અનુસાર તાપી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને તાપી કલેકટર આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના મતદારોને ઇ.વી.એમ અને વીવીપેટની જાણકારી મળી રહે તથા વધુમાં વધુ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને એ માટે શેરી નાટકોના માધ્યમથી “જાગો મતદાર જાગો” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ગત તા.૧૬મી,એપ્રિલના રોજ તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલ જૂના બસ સ્ટેન્ડ ખાતે,વ્યારા તાલુકાના કપૂરા અને ઉંચામાળા ખાતે નાટયકૃતિના માધ્યમથી મતદારોને ઇ.વી.એમ/વીવીપેટની કાર્યપદ્ધતિ અંગે રસપ્રદ જાણકારી પુરી પાડવામાં આવી હતી.તેમજ મતદાતાઓઓને તેમના મતાધિકારની અગત્યતા તથા લોકશાહી પ્રણાલીમાં મતદારના મતના મૂલ્યની કેળવવાની સાથે દરેક મતદાર અવશ્ય મતદાન કરે એવો સંદેશો આપવામાં આવ્યો હતો.તા.૧૭/૦૪/૨૦૧૯ના રોજ ડૉલવણ ચાર રસ્તા અને પાટી ગામ અને સોનગઢ ખાતે શેરી નાટકનો કાર્યક્રમ યોજાયો હતો.આ જનજાગૃતિ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પ્રજાજનોએ અચૂક મતદાન માટેનો સંકલ્પ કર્યો હતો.તા.૧૮મી,એપ્રિલના રોજ ઉચ્છલ અને નિઝર તાલુકામાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાશે.ઉલ્લેખનીય છે કે,૨૩-બારડોલી લોકસભા બેઠક માટે તા.૨૩મી,એપ્રિલે યોજાનાર ચૂંટણીમાં ૯,૨૮,૪૪૧ પુરૂષ, ૮,૮૫,૪૪૬ મહિલા અને ૨૦ અન્ય મતદારો મળી કુલ ૧૮,૧૩,૦૮ મતદારો મતદાન કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500