ઉત્તરાખંડના નૈનીતાલમાં કેબલ કારમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા 12 લોકો તેમાં ફસાયા હતા. તેઓ લગભગ એક કલાક સુધી હવામાં ઝૂલતા રહ્યા. બાદમાં તમામને ત્યાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના નૈનીતાલમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. છ વિદેશી પ્રવાસીઓ સહિત 12 લોકોને લઈ જતી કેબલ કારનું વ્હીલ ફાટી જતાં અધવચ્ચે જ અટકી ગઈ હતી.
કુમાઉ મંડલ વિકાસ નિગમ લિમિટેડ (કેએમવીએન)ના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે કેબલ કાર ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ ગઈ હતી. કેબલ કારમાં સવાર લોકો લગભગ 150 ફૂટની ઉંચાઈ પર એક કલાક સુધી હવામાં ઝૂલતા રહ્યા, જેના કારણે તેઓ ડરી ગયા. જોકે સમારકામ પછી કેબલ કાર ફરીથી શરૂ થઈ શકે છે.વાજપેયીએ કહ્યું કે જ્યારે એરિયલ ટ્રામવે ચાલી રહી હતી, ત્યારે ઓપરેટરને તેનું પૈડું તૂટવાનો અવાજ સાંભળ્યો, જેના પછી તેણે તરત જ કેબલ કારને રોકી દીધી હતી. તેમના જણાવ્યા મુજબ કેબલ કારમાં છ વિદેશી લોકો, પાંચ સ્કૂલના બાળકો અને એક ઓપરેટર હતા. આ તમામ વિદેશી નાગરિકો માલ્ટાના રહેવાસી છે.
લોકોએ જણાવ્યું કે અચાનક વ્હીલ ફાટી જતાં કેબલ કાર ટ્રોલી સ્ટેશનથી લગભગ 100 મીટર આગળ નીકળી ગઈ હતી. જનરલ મેનેજરે જણાવ્યું કે લગભગ એક કલાક બાદ કેબલ કારમાં સવાર મુસાફરોને દોરડાની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.તેમણે જણાવ્યું કે ક્ષતિગ્રસ્ત વ્હીલનું નિરીક્ષણ અને સમારકામ કર્યા પછી રોપ-વેની કામગીરી શરૂ કરવામાં આવશે. કેબલ કાર મોલ રોડ અને સ્નો વ્યુ વચ્ચે ચાલે છે.ઉલ્લેખનીય છે કે આવી જ ઘટના જૂન 2013માં બની હતી અને તે સમયે કેબલ કારમાં 21 પ્રવાસીઓ હતા. જોકે તમામને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500