બારડોલી તાલુકાનાં મઢી ગામનાં ચંપા ફળિયામા સંતોષભાઈ રાજેન્દ્રભાઈ પ્રજાપતિના ઘરના આંગણામાં લાઈટના અજવાળે કેટલાક માણસો ગંજીપત્તાનો હારજીતનો જુગાર રમે છે તે બાતમીનાં આધારે બારડોલી રૂરલ પોલીસે રેડ કરતા ૧૨ જુગારીઓને જુગાર રમતા ઝડપાયા હતા.
આમ, પોલીસે મઢી ગામે જુગાર રમી રહેલા પરેશભાઈ કિશનભાઈ રાઠોડ, અજયભાઈ પ્રવીણભાઈ રાઠોડ, જયેશભાઈ ગુણવંતભાઈ રાઠોડ, શીવાભાઈ ભીખુભાઈ રાઠોડ, રાહુલભાઈ જીતુભાઈ રાઠોડ, નીલેશભાઈ રમણભાઈ રાઠોડ, સંતોષભાઈ રાજેન્દ્રભાઈ પ્રજાપતિ (તમામ રહે.મઢી ગામ, ચંપા ફળીયુ) વિજયભાઈ ભાણાભાઈ રાઠોડ (રહે.બાજીપુરા ગામ, પુલ ફળીયુ, વાલોડ), સંજયભાઈ ધનજીભાઈ રાઠોડ (રહે.કંટાળી ગામ, કોટવાળ ફળીયુ, તા.બારડોલી), સંજયભાઈ બાબુભાઈ રાઠોડ (રહે.બાજીપુરા ગામ, આટમણુ ફળીયુ, તા.વાલોડ) રણજીતભાઈ મોહનભાઈ ચૌધરી (રહે.રતનીયા ગામ, પટેલ ફળીયુ, તા.માંડવી) સચીનભાઈ ભુપેન્દ્રભાઈ એસી (રહે.કરચકા ગામ, ટંકારા ફળીયુ, તા.બારડોલી)ને પકડી પાડી અંગઝડતીનાં રોકડા રૂ.૧૫,૪૦૦/-, દાવ ઉપરના રોકડા રૂ.૨,૧૭૦ મળી કુલ રૂ.૧૭,૫૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામની ઘરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500