Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોમ્બિંગ નાઈટ:આરટીઓ ચેકપોસ્ટ પાસેથી ઓવરલોડ રેતી ભરેલી 6 ટ્રકો ઝડપાઈ:વચેટીયાઓ મૂંઝવણમાં,રેતી માફિયાઓમાં ફફડાટ

  • April 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢનાં નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી મોડીરાત્રે ચોર રસ્તે પસાર થઇ રહેલી ઓવરલોડ રેતી ભરેલી 6 ટ્રકો તાપી જીલ્લાના ડીવાયએસપી આર.એમ.માવાણીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રેતી માફીયામાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે,સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી પસાર થતો ચોર માર્ગે ઘણા સમયથી ઓવરલોડ ટ્રકો પસાર કરાવવાનું સુવ્યવસ્થિત ઢબે નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે,એક ચોક્કસ ટોળકી દ્વારા પ્રતિદિન 200થી વધુ ટ્રકો ચોર માર્ગે પસાર કરવામાં આવી રહી છે.જેના કારણે આરટીઓ વિભાગ અને ભૂસ્તર વિભાગને મહિને દહાડે લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.સમગ્ર મામલે સ્થાનિક અધિકારીઓ પણ ખુબસારી રીતે વાકેફ છે,અને ચોર રસ્તે પસાર થતી ટ્રકો અનેક વખત ઝડપી પાડી કાર્યવાહી પણ હાથ ધરી છે,પરંતુ તે કાર્યવાહી દંડ પુરતી જ હોવાના કારણે,વચેટીયાઓને મોકળુ મેદાન મળી ગયું છે,જોકે,કોમ્બિંગ નાઈટ દરમિયાન તાપી જીલ્લાના ડીવાયએસપીએ 6 ટ્રકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રેતી માફિયાઓની સાથેસાથે ટ્રકો પાસ કરાવતી ટોળકીમાં પણ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી ગુણસદા ગામ તરફ જવાના યુટર્ન પાસે મોડીરાત્રે પસાર થઇ રહેલી 6 ટ્રકોને ઝડપી પાડી તપાસ કરતા તમામ ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું,બે ટ્રકોમાં રોયલ્ટી વિના જ રેતી સપ્લાય કરવામાં આવતી હતી.તમામ ટ્રકો ડીટેઈન કરી આગળની વધુ કાર્યવાહી કરવા માટે આરટીઓ ચેકપોસ્ટના અધિકારીઓને સોપવામાં આવી હતી.જેને લઇ રેતી માફિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. High light- ઝડપાયેલી ઓવરલોડ ટ્રકો છોડાવવા માટે વચેટીયાઓ આરટીઓ ચેકપોસ્ટના આટા ફેરા મારતા નજરે પડ્યા હતા. High light-કોમ્બિંગ નાઈટ દરમિયાન ઝડપાયેલી ટ્રકો....

  1. GJ-21-T-4122
  2. GJ-06-Z-8636
  3. GJ-19-T-3094
  4. GJ-26-T-6037
  5. GJ-19-T-1561
  6. GJ-26-T-7593


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application