તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ તથા આંધ્રપ્રદેશ,અરૂણાચલ પ્રદેશ,ઓડિશા અને સિકકીમ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અને બિહાર,ગોવા,ગુજરાત,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર, મેઘાલય,મિજોરમ,નાગાલેન્ડ,પુડ્ડુચેરી,તમિલનાડુ,ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળની રાજય વિધાનસભાની પેટાચૂંટણીઓની ધોષણા ગત તા.૧૦/૦૩/૨૦૧૯ના રોજ કરવામાં આવી છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની ધારા ૧૨૬(ક)ની જોગવાઇઓ અનુસાર ચૂંટણી આયોગ દ્વારા તા.૧૧/૦૪/૨૦૧૯ના સવારે ૦૭:૦૦ કલાકથી ૧૯/૦૫/૨૦૧૯ના સાંજે ૬:૩૦ કલાક સુધી લોકસભાની સામાન્ય ચૂંટણી તથા આંધ્રપ્રદેશ,અરૂણાચલ પ્રદેશ,ઓડિશા અને સિકકીમ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અને બિહાર,ગોવા,ગુજરાત,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,મેઘાલય, મિજોરમ,નાગાલેન્ડ,પુડ્ડુચેરી,તમિલનાડુ,ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળની રાજય વિધાનસભાની પેટાચૂંટણીઓ કે જેની ચૂંટણી લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે જ યોજાવાની છે જેના સંદર્ભમાં કોઇ પણ પ્રકારના એગ્ઝીટ પોલનું સંચાલન પ્રિંટ કે ઇલેકટ્રોનિક મીડીયા દ્વારા પ્રકાશન કે પ્રચાર અથવા કોઇ પણ અન્ય રીતે તેના પ્રસાર પર પ્રતિબંધ રહેશે.આ ઉપરાંત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની ધારા ૧૨૬(૧)(ખ)ને આધિન ઉપરોકત સામાન્ય ચૂંટણીઓ તથા પેટા ચૂંટણીઓના સંબંધમાં મતદાન ક્ષેત્રોમાં મતદાન સમાપ્તિ માટે નિયત સમય સાથે સમાપ્ત થનાર ૪૮ કલાકની અવધિ દરમિયાન કોઇ પણ પ્રકારના ચૂંટણી સંબંધી ઓપિનિયન પોલ અથવા અન્ય કોઇ પણ પોલ સર્વેના પરિણામો સહિત કોઇ પણ ઇલેકટ્રોનિક મીડીયામાં પ્રસારિત કરવા પર ફરમાવ્યો છે.ભારતના ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલી ઉપરોકત સૂચનાઓને અનુલક્ષીને તાપી જિલ્લામાં પણ એગ્ઝીટ પોલ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500