તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૨૩મી,એપ્રિલે ગુજરાતમાં યોજાનાર લોકસભાની સમાન્ય ચૂંટણીને અનુલક્ષીને તા.૨૩/૦૪/૨૦૧૯ના મંગળવારના રોજ મતદાન કરવા માટે કામદારોને સવેતન રજા આપવાનો હુકમ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા દ્વારા કરવામાં આવ્યો છે.જે મુજબ આગામી તા.૨૩/૦૪/૨૦૧૯ના દિને લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન થનાર છે.આ મતદાનના દિવસે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ના સેકશન-૧૩૫(બી) (૧) હેઠળ સામાન્ય રીતે મતવિસ્તારના રહેવાસી હોય અને મતદાર તરીકે નોંધણી થયેલ હોય પરંતુ કોઇ પણ કેન્દ્રિય સરકારી સંસ્થા,એકમ કે ઉદ્યોગમાં કાર્યરત હોય,તમામ સરકારી કચેરી, સંસ્થા,ટ્રસ્ટ, રાષ્ટ્રીયકૃત/સહકારી/ખાનગી બેંકો,સરકારી તથા અર્ધસરકારી નિગમ, ઔદ્યોગિક એકમો કે ખાનગી સંસ્થા, ટ્રસ્ટ,કંપનીઓ તથા પેઢીઓએ તા.૨૩/૦૪/૨૦૧૯ના કામદારોને મતદાન કરવા માટે સવેતન રજા આપવાની રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500