તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના ચાંપાવાડી ગામની સીમ માંથી ત્રણ સ્થળો પરથી વિદેશીદારૂ ઝડપી પાડવામાં તાપી જીલ્લા પોલીસને સફળતા મળી છે,તા.11મી એપ્રિલ નારોજ,તાપી જીલ્લા એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ચાંપાવાડી ગામના ડુંગરી ફળિયાની સીમમાં આવેલ ડુંગરના ઝાડી ઝાંખરાના સંતાડી રાખવામાં આવેલ દેશીદારૂ (ટેન્ગો પંચ)ના બોક્સ નંગ 25,કુલ બાટલીઓ નંગ 1200 જેની કિ.રૂ.60,000/-નો દારૂ ઝડપી પાડ્યો હતો.આ બનાવમાં દિલીપ ઉર્ફે કાલુ ગામીત રહે,ટોકરવા,બસ સ્ટેન્ડ પાસે-સોનગઢ ને વોન્ટેડ જાહેર કર્યો હતો જયારે બીજા સ્થળો ઉપર સોનગઢ પોલીસ સ્ટાફના જવાનોએ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ચાંપાવાડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક છોટા હાથી ટેમ્પો નંબર જીજે-બીપી-6164 તપાસ કરતા દેશી દારૂ ટેન્ગો પંચની બાટલીઓ નંગ 576 મળી આવી હતી.જેની કી.રૂ.28,800/- અને છોટા હાથી ટેમ્પોની કી.રૂ.40,000/- મળી કુલ રૂ.68,800/-ના મુદ્દામાલ સાથે કોલમસિંગ રાજપૂત અને સાગર રતીલાલ પાટીલ બંને જણા રહે, રહે,નીલકંઠ નગર કોલોની-લીંબાયતની અટક કરી હતી અને ધીરજ ચતુર બંધોલા રહે,શ્રીનાથ સોસાયટી-લીંબાયત તથા કેલાસ રતિલાલ માવચી રહે,ખેખડા-નવાપુર નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ ત્રીજા બનાવમાં ચાંપાવાડી ગામના બસ સ્ટેન્ડ પાસેથી મોપેડ નંબર જીજે-19-એક્યુ-8120 ઉપર સવાર દંપતીની અટક કરવામાં આવી હતી,તેઓની મોપેડ ગાડીમાં તપાસ કરતાપાર્ટી સ્પેશ્યલ વિસ્કીની બોટલ નંગ 18 મળી આવી હતી જેની કી.રૂ.9000/- અને મોપેડની કી.રૂ.40,000/- મળી કુલ રૂ.49,000/-નો મુદ્દામાલ સાથે દિવ્યેશ ગુણવંત વસીયાલ અને તેની પત્ની સોનાબેન દિવ્યેશભાઈ વસીયાલ બંને રહે,નાગર ફળિયું-કડોદ ની અટક કરી હતી જયારે આ મામલે પણ કૈલાસ રતિલાલ માવચી રહે.ખેખડા,નવાપુર(મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો,આમ તાપી જીલ્લા પોલીસે એકજ દિવસમાં ત્રણ સ્થળો પરથી દારૂ સહિત કુલ રૂપિયા.1,77,800/- ના મુદ્દામાલ સાથે ચાર જણાને ઝડપી પાડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500