તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના કણજી ગામની સીમ માંથી ઇલેક્ટ્રિક ડેટોનેટર અને જિલેટિન સાથે એક શખ્સને સુરત આરઆરસેલની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે સંડોવાયેલા બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તા.11મી એપ્રિલ નારોજ સોનગઢ તાલુકાના કણજી ગામની સીમમાં આવેલ ખાડી-કોતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતું બ્લાસ્ટિંગ સ્થળ પર આરઆરસેલ ટીમ ત્રાટકી હતી.આ બનાવમાં ભેરૂલાલ ચંદુલાલ ખત્રી રહે,જમાદાર ફળિયું-સોનગઢ નાઓની અટક કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે.બનાવ સ્થળ ઉપર ભેરૂલાલ ખત્રી પોતાના માલિકના ડ્રીલ-કોમ્પ્રેસર સહિત ટ્રેકટર નંબર જીજે-19-બી-1628ની અંદર ગેરકાયદેસર ઈલેક્ટ્રીક ડેટોનેટર નંગ-3 અને જીલેટીન(ટોટા) નંગ-70 અને લાલ કલરનો કેબલ વાયર,કરંટ માટેની બેટરી તેમજ મોબાઈલ ફોન નંગ-1,એક્સપ્લોઝીવના જથ્થા સાથે મળી કુલ રૂપિયા 1,61,230/- ના મુદ્દામાલ સાથે ભેરૂલાલ ને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોતાના આર્થીક ફાયદા સારૂ તેમજ છુટક વેચાણ માટે-બ્લાસ્ટિંગ અર્થે પોતાની તથા જાહેર નાગરિકની જિંદગી જોખમાય તે રીતે એક્સપ્લોઝીવનું છુટક વેચાણમાં તથા કુવા ગાળવા સારૂ બ્લાસ્ટિંગમાં સંડોવાયેલા જયેશભાઈ અર્જુનભાઈ માવચી રહે,સાદડવેલ-સોનગઢ અને એક અજાણ્યો ઇસમ રહે,સાદડકુવા-કિલ્લા પાછળ નાઓને વોન્ટેડ જાહેર કર્યો હતો.બનાવ અંગે આરઆરસેલ-સુરત વિભાગના પીએસઆઈ જી.આર.જાડેજા નાઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આગળની વધુ તપાસ તાપી એસઓજીના પીઆઈ આર.એસ.પટેલ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application