Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પહેલા મતથી એવી સરકાર બનાવો જે તમારા ઉજ્જવળ ભવિષ્યના સપના પૂરા કરે:વડાપ્રધાન નરેન્દ્ર મોદી  

  • April 11, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પહેલીવાર જાહેરસભા સંબોધવા આવ્યા હતા,તેમણે જૂનાગઢ બાદ તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ ગુણસદા ગામે બપોરે ઉપસ્થિત રહી જાહેર સભાને સંબોધી હતી,તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્જીકલ સ્ટ્રાઈક અને કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા,તેમને કોંગ્રેસ ના ચૂંટણી ઢંઢેરા સંબન્ધએ જણાવ્યું કે,દેશના ટુકડા કરવા વાડા દેશદ્રોહી કહેવાય, કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરા માં દેશધ્રોહના કાયદાને દૂર કરવાની વાત કરે છે,વધુમાં તેમને જણાવ્યું હતું કે,મધ્યપ્રદેશ માં સરકાર બન્યા ના થોડાજ મહિનામાં કૌભાંડોનું ભોપાળુ બહાર આવી રહ્યું છે,નરેન્દ્ર મોદીએ મંચ પરથી જણવ્યું કે કોંગ્રેસ અને અન્ય પાર્ટી મોદી હટાવાની વાત કરે છે અને મોદી ગરીબી હટાવાની વાત કરી છે,તેમને વિકાસની વાતો કરતા જણાવ્યું કે,દેશમાં પહેલીવાર પાણી માટેનું અલગ મંત્રાલય મોદી સરકારના આવ્યા બાદ બનશે.તેમને ઉમેર્યું હતું કે અટલજીએ પહેલીવાર આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બનાવ્યું હતું,વધુમાં તેમને જણાવ્યું કે,ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં એકપણ સાયન્સ સ્ટ્રીમની સ્કૂલ ન હતી.જો વિજ્ઞાનની શાળા જ ન હોય તો આદિવાસી બાળકો ડોક્ટર કેવી રીતે બને.અમે શાળા શરૂ કરી. ગરીબી હટાવવાની પહેલી શરત જ કોંગ્રેસ હટાવવાની છે.દેશ આઝાદ થયો ત્યારે આદિવાસી હતા, ભગવાન રામના જમાનામાં પણ રામ હતા. પણ તે વાત કોંગ્રેસને સમજ પડતી ન હતી. જ્યા સુધી અટલજીની સરકાર ન આવે, ત્યા સુધી આદિવાસીઓ માટે કોઈ વિભાગ જ ન હતો.તેમણે પહેલીવાર અલગ મંત્રાલય બનાવ્યો.પહેલા મતથી એવી સરકાર બનાવો જે તમારા ઉજ્જવળ ભવિષ્યના સપના પૂરા કરે.એવી સરકાર બનાવો જે મજબૂતીથી નિર્ણય લઈ શકે.અને મજબૂતીથી નિર્ણય કોણ લે છે તે એ માટે કહેવા જવાની જરૂર નથી.આંખ બંધ કરશો તો એક જ નજર સામે દેખાશે અને ભાજપ સરકાર આવે એટલે પહેલું કામ પાણી માટેનું મંત્રાલય બનશે.તેમને સરકારની કિસાન સન્માન યોજના,આયુષ્યમાંન ભારત જેવી મહત્વપૂર્ણ યોજનાની વાતો કરી નવી સરકાર બન્યા પછી દરેક ખેડૂતોને ખેડૂત સન્માન નિધીનો લાભ મળશે તેવું જણાવ્યું હતું.આ વેળાએ આવેલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ મીકડીયાને જણવ્યું હતુંકે,અલ્પેશ ઠાકુર ને નથી અમે મળ્યા કે નથી મળવાની કોશિશ કરી છે.પ્રધાનમંત્રી ના આગમન ને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો,જાહેરસભા દરમ્યાન બીજેપીના ઓમ માથુર,ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘણી,ભરતસિંહ પરમાર,કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application