Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:વ્યારા ખાતે ઉજજવલા દિવસની ઉજવણી કરાઇ

  • April 21, 2018 

તાપીમિત્ર ન્યૂઝ,વ્યારા:વ્યારા તાલુકાના ઉચામાળા ગામે આવેલી જ્ઞાનદીપ હાઇસ્કૂલ ખાતે બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવાની અધ્યક્ષતામાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત યોજાયેલા ઉજજવલા દિવસના ઉપલક્ષમાં બહેનોને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં તા. ૧૪મી, એપ્રિલથી શરૂ થયેલા ગ્રામ સ્વરાજ અભિયાનના કાર્યક્રમને અનુલક્ષીને બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવાની અધ્યક્ષતામાં વ્યારા તાલુકાના ઉચામાળા ગામે આવેલી જ્ઞાનદીપ હાઇસ્કૂલમાં ઉજજવલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયા બાદ નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વવાળી આ સરકારે મહિલાઓ માટે ચિંતા કરી છે એમ જણાવી તેમણે રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી ઉજજવલા યોજના અંતર્ગત દેશમાં પાંચ કરોડ પરિવારોને ગેસ કનેકશન આપવામાં આવનારા હતા જેમાં વધારો કરી ૮ કરોડ પરિવારોને ઉજજવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન આપવામાં આવશે એમ જણાવી તેમણે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજના અંગે વિગતે છણાવટ કરી હતી. વધુમાં તેમણે ગ્રામ સ્વરાજ અભિયાનને અનુલક્ષીને આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમોની વિગતે માહિતી આપી રાજય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન લાભાર્થી બહેને ઉજજવલા યોજના અંગે અભિપ્રાય રજૂ કર્યો હતો. સાંસદ અને મહાનુભાવોએ બહેનોને ગેસકીટનું વિતરણ કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application