તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ નબળા અને વંચિત જૂથના ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકા મુજબ વિના મુલ્યે શૈક્ષણીક વર્ષ 2019-2020 માં ધોરણ-1 માં અભ્યાસ માટે પ્રવેશ આપવાની કામગીરી તા.5મી એપ્રિલ 2019 થી 15મી એપ્રિલ 2019 દરમિયાન ઓન લાઈન ફોર્મ ભરી તમામ પુરાવાઓ સાથે સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવવાની કામગીરી થનાર છે,આ પ્રક્રિયા માટે આપવામાં આવેલ સમય મર્યાદમાં 3 રજા બાદ કરતા માત્ર 8 દિવસ સમય મળવા પાત્ર છે.માત્ર લોકોના હિત માટે અને શૈક્ષણીક કાર્ય પ્રણાલિકા આગામી સત્ર પહેલા સુપેરે પાર પાડી શકાય અને વંચિત તથા ગરીબ બાળકોને આ યોજનાનો પુરેપુરો લાભ મળે તે માટે તાપી જીલ્લા વહીવટીતંત્રને અનેક મુદ્દાઓ સાથે વ્યારાના ગોલવાડમાં રહેતા સંજયભાઈ રાણાએ લેખિતમાં રજૂઆત કરી છે.
high light-મુદ્દાઓ....
(1)સૌ પ્રથમ આઠ દિવસની સમય મર્યાદા વધારીને 30 દિવસની કરવામાં આવે કારણ કે,આ સમય દરમિયાન તા.23મી એપ્રિલ લોકસભાની સામાન્ય ચુંટણીઓથનાર છે,આ સમય દરમિયાન સરકારી કચેરીઓના મોટા ભાગનો સ્ટાફ ચુંટણી ફરજ માટે રોકાયેલો હોય છે.જેના કારણે પ્રવેશ ફોર્મ સાથે આપવાના જરૂરી સરકારી દસ્તાવેજી પુરાવાઓ સામાન્ય નાગરિકોને સમયસર મળી શકે તેમ નથી.
(2)શૈક્ષણીક 2017 અને 2018 દરમ્યાન તાપી જીલ્લામાં કેટલીકવાર ફોર્મ ભરવાના સાઈટ બ્લોક થઇ હતી તથા ફોર્મ ભરવાના અંતિમ દિને તા.15મી માર્ચ 2017 ના રોજ મોટા ભાગની સમય સાઈટ બંધ રહી હતી.જેથી કેટલાક બાળકોના વાલીઓ પણ ફોર્મ ભરવાથી વંચિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application