તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સોનગઢ પોલીસને સફળતા મળી છે,વેફરના પેકેટની આડમાં સંતાડી લઇ જવાતો દારૂ અને આઈસર ટેમ્પા સહિત કુલ રૂપિયા 8,52,520/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે તા.3જી એપ્રિલ નારોજ રાત્રીના 11:30 કલાકના અરસામાં તાપી જીલ્લા પોલીસ શાખાના જવાનોએ બાતમીના આધારે એક આઈસર ટેમ્પો નંબર જીજે-15-ઝેડ-1492માં ચેકિંગ હાથ ધરતા ટેમ્પામાં વેફરના પેકેટની આડમાં સંતાડી લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશીદારૂ મેકડોલ નંબર વન વિસ્કી બાટલી નંગ 2928 જેની કિંમત રૂ.3,80,640/- તથા કિંગ ફિશર બીયર ટીન નંગ 624 જેની કી.રૂ.62,400/- મળી કુલ રૂપિયા 4,43,040/- નો વિદેશીદારૂ મળી આવ્યો હતો,જોકે,આઈસરમાં પાછળના ભાગે ચેકિંગ દરમિયાન ટેમ્પો ચાલક અને સાગરીતો નાશી છુટ્યા હતા,આ બનાવમાં સોનગઢ પોલીસે વેફરના પેકેટ નંગ 1856 જેની કી.રૂ.9,480/- વિદેશીદારૂ રૂપિયા 4,43,040/- તેમજ આઈસર ટેમ્પાની કિંમત રૂપિયા 4 લાખ મળી કુલ્લે રૂ.8,52,520/-નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યો ટેમ્પો ચાલક સહિત નાશી છુટેલા સાગરીતો વિરુધ્ધ હેડકોન્સ્ટેબલ સોમનાથભાઈ વળવી નાઓની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તેમને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ સી.કે.ચૌધરી નાઓ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500