તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે,ત્યારે જિલ્લામાં એલસીબી પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલા બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરી જેલના સળિયા ગણતાં કરી નાખ્યા છે,આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ન્યાયિક અને શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે હેતુથી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ આચરતા ઈસમો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા એન.એન.ચૌધરીની સુચનાથી તાપી જિલ્લા એલસીબી દ્વારા ગુન્હેગારોના ગુન્હાઓની માહિતી એકત્ર કરી જરૂરી દસ્તાવેજ ભેગા કરી પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેકટર ને મોકલી આપતાં તે અનુસંધાને તેઓએ પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કર્યો હતો.જેમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા આશિષ ઉર્ફે ગજજુ સંતોષભાઈ પરદેશી રહે,નવીવસાહત હનુમાન ગલી,વ્યારા ની અટકાયત કરી પાસા દરખાસ્ત હુકમની બજવણી કરી જિલ્લા જેલ ભાવનગર ખાતે તેમજ અબરાર ઉર્ફે બાબો ઇફતાર કાઝી રહે,વડીવાલા કોમ્પલેક્ષ શાકભાજી માર્કેટની પાછળ વ્યારા નાઓને જામનગર ખાતે જેલમાં મોકલી આપ્યો હતો,આમ અત્યાર સુધી તાપી જિલ્લા એલસીબીએ કુલ 6 જેટલા આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી જુદીજુદી જેલમાં પોલીસ જપ્તા હેઠળ મોકલી આપ્યા છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application