તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ઉમેદવારો ની પસંદગી બાદ દરેક પક્ષ જેતે બેઠકના ઉમેદવાર ના નામાંકન ની પ્રક્રિયામાં લાગ્યું છે,આજે 23 બારડોલી લોકસભા બેઠક માટે ભાજપના પ્રભુભાઈ વસાવના સમર્થન અને નામાંકન માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મોટા કદના નેતાઓ પધાર્યા હતા.મુખ્યમંત્રી દ્વારા વ્યારા ખાતે જાહેરસભા અને રેલી કાઢી બારડોલી લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી માં ઉમેદવારી માટે પહોંચ્યા હતા.બારડોલી મતવિસ્તાર ના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા આજે ઉમેદવારી પત્રક ભર્યું હતું.જેમને સમર્થન આપવા પધારેલા મુખ્યમંત્રી વિજયરૂપાની એ જાહેરસભા સંબોધી હતી જેમાં તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને મોદીજી ને ફરી વડાપ્રધાન બનાવવા લોકોને આહવાન કર્યું હતું.સાથે જ કૉંગ્રેસ ના મેનિફેસટો પણ દેશ માટે નુકસાન કર્તા હોવાનું જણાવ્યું હતું.બીજી તરફ બારડોલી ના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ લોકો ને મતદાન કરવા માટે અપીલ કરી,આ વખતે તેઓ અઢી લાખ જેટલા જંગી મતો થી જીતશે તેવો વિશ્વાશ વ્યક્ત કર્યો હતો.
High light-મહિલા કોંગી કોર્પોરેટર સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ
વ્યારા ખાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં સુરત શહેરના પૂણા વિસ્તારની કોંગ્રેસની નગરસેવિકા સોનલબેન દેસાઇએ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં કેસરીયો ધારણ કર્યો હતો.શહેર માંથી પણ કોંગ્રેસના કોર્પોરેટર તોડવામાં ભાજપાને સફળતા મળતા સુરત શહેર કોંગ્રેસ સમિતિ પણ ઊંઘતી ઝડપાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application