તાપીમિત્ર ન્યુઝ,વ્યાર:દુનિયાની મોટામાં મોટી લોકશાહીની મોટામાં મોટી ગણાતી ચૂંટણી એવી ભારત દેશની લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે,આવનાર ચોથી એપ્રિલ સુધી ઉમેદવારના નામાંકન ની પ્રક્રિયા ચાલનાર હોય હાલ ઉમેદવારી નોંધવાનો દૌર જોરશોર થી શરુ થઇ ચુક્યો છે, ત્યારે આજે 23 બારડોલી લોકસભાની બેઠક પરથી ડો.તુષારભાઈ ચૌધરીએ વ્યારા બજારમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સવારે જાહેર સભા યોજાઇ હતી.જેમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી નારણ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.તેમણે કોંગ્રેસને જિતાડવા માટે ઉપસ્થિત જનમેદનીને અપીલ કરી હતી.સભા બાદ ઉમેદવારી નોંધાવવા માટે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.જ્યાં ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.જયારે તેમના ડમી તરીકે ભિલાભાઈ દુલિયાભાઈ ગામિતે ઉમેદવારી નોંધાવી હતી.લોકસભાની ચૂંટણીનો રાજકીય ગરમાટો ચરમસીમાએ આવી રહ્યો છે,ઉમેદવારની પસંદગી બાદ ઉમેદવારો ના નામાંકન ની પ્રક્રિયા 28 મી માર્ચ થી શરુ થઇ ગઈ હતી,આજે બારડોલી લોકસભા મત વિસ્તાર માંથી ડો.તુષારભાઈ ચૌધરીએ કોંગ્રેસ પક્ષ માંથી ઉમેદવારી નોંધાવી હતી,
High light-એક નજર અહીં પણ.......
વ્યારા:ગત 2017 વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ વ્યારા અને નિઝર બંને બેઠકો પર વિજય મેળવી ચુકી છે,ગત વિધાનસભાની ચુંટણી પહેલા કોંગ્રેસે પોતાનો પ્રજાલક્ષી ઢંઢેરો પણ જાહેર કર્યો હતો જેમાં ખેડૂતોનું દેવું માફ કરવું,ખેડૂતોને દિવસે 16 કલાક વીજળી,મહિલાઓ માટે ઘર નું ઘર,પેટ્રોલ ડીઝલની કિંમતમાં રૂપિયા 10 નો ઘટાડો,રીક્ષા ડ્રાયવરો માટે વેલ્ફર બોર્ડની રચના,વીજળીના દરોમાં 50 ટકા સુધીનો ઘટાડો,ફિક્સ પગાર ધારકોને કાયમી કરવા તેમજ સરકારી વિભાગોમાં માંથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરવી જેવી લોભામણી જાહેરાતો કરી હતી.આજે વાતને એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે,કેન્દ્ર અને રાજ્યમાં ભલે ભાજપ ની સરકાર હોય પરંતુ સ્થાનિક કક્ષાએ અહીંના લોકોને પડતી મુશ્કેલી અંગે નિરાકરણ લાવવાની જવાબદારી ચુંટાઈ ને આવેલા મંત્રીઓ અને ધારાસભ્યોની છે.ત્યારે આ વખતે અહીંની પ્રજા કોને ચુંટીને લાવે છે,તેતો આવનાર 23 મી મે ચૂંટણી પરિણામ બાદ જ મલમ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application