Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં દારૂના ગુનામાં ચાર જણા પાસા હેઠળ ધકેલાયા

  • March 31, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ભારતીય બનાવટનો વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ તાપી જીલ્લાના ચાર રીઢા ઇસમોની તાપી જીલ્લા એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર,અમરેલી,પોરબંદર અને જામનગર ની જેલમાં મોકલી આપ્યા છે.વિદેશી દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલા (1)બીન્યામીન શાંતિવનભાઈ કોકણી રહે,કેળવણી ફળિયું-ડોલવણ(2)દિવ્યેશ ઉર્ફે કાળીયો સુમનભાઈ રાઠોડ રહે,બુહારી,બોરડી ફળિયું-વાલોડ(3)મુન્નાભાઈ સુમજીભાઈ ઉર્ફે સુરજી ગામીત રહે,બાલપુર,દવાખાનું ફળિયું-વ્યારા (4)વિનોદભાઈ ઉગમારામ ગુજ્જર રહે,ભીમપોર,નિશાળ ફળિયું-વાલોડ,ચાર જણા વિરુધ્ધ જુદાજુદા પોલીસ મથકે દારૂના ગુના નોંધાયા હતા.ચારેય જણા વિરુધ્ધ પાસા દરખાસ્ત કરી જીલ્લા પોલીસ વડા એન.એન ચૌધરી ની સુચનાથી મોકલી આપવામાં આવી હતી.જે દરખાસ્ત ને જીલ્લા કલેકટરે મંજુરી કરી પાસા વોરંટ ઈશ્યુ કરતા ચારેય આરોપીઓની અટકાયત કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે.જેમાં બીન્યામીન કોકણી ને ભાવનગર,દિવ્યેશ ઉર્ફે કાળીયો રાઠોડ ને પોરબંદર,મુન્નાભાઈ ઉર્ફે સુરજી ગામીતને અમરેલી અને વિનોદભાઈ ગુજ્જર ને જામનગર ખાતે જેલમાં મોકલી આપ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application