તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૨૩મી,એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે તા.૨૮/૦૩/૨૦૧૯થી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ ચૂકી છે.૨૩-બારડોલી લોકસભા બેઠક માટે ઉમેદવારીપત્રો ભરવાના ત્રીજા દિવસે ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે ઉમેદવારો દ્વારા બે ફોર્મ ભરવામાં આવ્યા હતા.૨૩-બારડોલી લોકસભાના ચૂંટણી અધિકારી અને તાપીના કલેકટર આર.એસ.નિનામા તરફથી મળતી વિગતો અનુસાર આગામી તા. ૨૩મી,એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન યોજાનારી ૨૩-બારડોલી લોકસભા બેઠક માટે ફોર્મ ભરવાના ત્રીજા દિવસે બે ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હોવાનું જણાવાયું છે.ભારતીય ટ્રાયબલ પાર્ટીના વસાવા ઉત્તમભાઇ સોમાભાઇ અને વસાવા સુભાષભાઇ કાનજીભાઇ દ્વારા ૨૩-બારડોલી લોકસભાના ચૂંટણી અધિકારીની કચેરીએ ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા.
આ ઉપરાંત ત્રીજા દિવસે પણ ઉમેદવારો તથા તેમના ટકેદારો દ્વારા ચૂંટણી અધિકારીની કચેરીએથી ઉમેદવારીપત્રો લઇ જવાનો સિલસિલો જારી રહ્યા હતો.ઉમેદવારીપત્રો ભરવાના ત્રીજા દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ડૉ.તુષારભાઇ ચૌધરી ૪ ફોર્મ,સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટીના સંતોષભાઇ અવધુતભાઇ સુરવાડે ૨ ફોર્મ,સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટીના નંદુબેન સંજયભાઇ રાઠોડ ૨ ફોર્મ,પ્રવિણભાઇ મગનભાઇ મદાવવાળા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી ૧ ફોર્મ અને ભારતીય હિતરક્ષક સમિતિ ૧ ફોર્મ લઇ ગયા હતા.ઉલ્લેખનીય છે કે,ભારતીય ચૂંટણી આયોગ દ્વારા આગામી તા.૦૪/૦૪/૨૦૧૯ ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ નકકી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application