તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ-ઉકાઈ માર્ગ પર રોકડીયા હનુમાન મંદિર પાસે હીટ એન્ડ રન ની ઘટના બની હતી.જેમાં એક કાર ચાલકે મોટર સાયકલ ચાલકને ઉડાવ્યો હતો.અને આખરે કાર ચાલુ વીજ લાઈન ના થાંભલા સાથે અથડાઈ હતી.જેના કારણે વીજ થાંભલો મોટર સાયકલ પર પડતા મોટર સાયકલ સંપર્ણ બળીને ખાખ થઇ ગઈ હતી.ઘટનાની જાણ થતા ઉકાઈ પોલીસના જવાનો ઘટના સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવતું ગુણસદા ગામની સીમમાં રોકડીયા હનુમાન મંદિર પાસે હીટ એન્ડ રન ની બનેલી ઘટના કાંઈક આ મુજબની હતી.આજરોજ પુરપાટ ઝડપે દોડતી કાર નંબર જીજે-26-એન-1550 ના અજાણ્યા કાર ચાલકે પોતાના ક્બ્જાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી મોટર સાયકલ નંબર જીજે-19-ઈ-9424 ને પાછળથી ટક્કર મારી હતી.જેના કારણે મોટર સાયકલ ચાલક ઉદયભાઈ શ્રીપાદભાઈ ઉપાસની રહે,જુનાગામ-દક્ષિણી ફળિયું,સોનગઢ નાઓને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.કાર ચાલકે મોટર સાયકલ ચાલક ઉદયભાઈને ઉડાવ્યા બાદ કાર ચાલુ વીજ લાઈનના થાંભલા સાથે ભટકાતા વીજ થાંભલો મોટર સાયકલ ઉપર પડતા મોટર સાયકલ સંપર્ણ બળીને ખાખ થઇ ગઈ હતી.આ ઘટના બની એ સમયે લોકોનું ટોળું એકત્ર થઇ જતા કાર ચાલક ત્યાંથી નાશી છુટ્યો હતો.બનાવ અંગે મેઘશ્યામ શ્રીપાદ ઉપાસની રહે,જુનાગામ-દક્ષિણી ફળિયું,સોનગઢ નાઓએ પોલીસને ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને ઉકાઈ પોલીસે કાર ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application