તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૨૩મી,એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ૨૩-બારડોલી લોકસભા સંસદીય મતવિસ્તારની સામાન્ય ચૂંટણી માટે ૨૩-બારડોલી(અ.જ.જા) સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને કલેકટર,તાપી આર.એસ.નિનામાએ ૨૩-બારડોલી સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરી છે.નોટીસમાં જણાવ્યાનુસાર ચૂંટણી અધિકારી,૨૩-બારડોલી સંસદીય મતદાર વિભાગ અને કલેકટર,તાપી-વ્યારા,બ્લોક નં.૨,પ્રથમ માળ,જિલ્લા સેવાસદન,પાનવાડી-વ્યારા જિ.તાપી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી,૨૩-બારડોલી સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી,વ્યારા,બ્લોક નં.૩, જિલ્લા સેવાસદન,પાનવાડી-વ્યારા જિ.તાપી સમક્ષ તા. ૨૮/૦૩/૨૦૧૯થી તા. ૦૪/૦૪/૨૦૧૯ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ
ઉમેદવારીપત્રો રજૂ કરી શકાશે.
ઉમેદવારીપત્રોની ચકાસણી તા. ૦૫/૦૪/૨૦૧૯ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી,૨૩-બારડોલી સંસદીય મતદાર વિભાગ અને કલેકટર, તાપી-વ્યારા,બ્લોક નં.૨,પ્રથમ માળ,જિલ્લા સેવાસદન, પાનવાડી-વ્યારા જિ.તાપી ખાતે હાથ ધરવામાં આવશે.તા. ૦૮/૦૪/૨૦૧૯ના બપોરના ૦૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઇ પણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.મતદાન કરવાનું થશે તો તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ સવારે ૦૭:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા વચ્ચે થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500