Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના લોકસભા મતવિસ્તારના વધુ ત્રણ  સાંસદોને પત્તા કાપ્યા

  • March 27, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વડોદરા:ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના લોકસભા મતવિસ્તારના વધુ ત્રણ  સાંસદોને પત્તા કાપ્યા છે.આ સાથે રાજ્યની 26 બેઠક માટે ભાજપે અત્યાર સુધીમાં કુલ 19 ઉમેદવાર જાહેર કર્યા છે તેમાં કુલ પાંચ સાંસદોને પડતાં મુક્યા છે.આજરોજ જાહેર થયેલા વધુ ત્રણ નામોમાં પોરબંદરમાં રમેશ ધડુક,બનાસકાંઠામાં પરબત પટેલ અને પંચમહાલમાં રતનસિંઘની પસંદગી કરવામાં આવી છે.આ ત્રણેય બેઠકો પર ઉમેદવારોની પસંદગી અને દાવેદારો વચ્ચેની સ્પર્ધામાં સૌથી ઓછા અથવા તો ચર્ચામાં નહિવત સામેલ હતા એવા નામોની જાહેરાત કરી છે.અલબત્ત,પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડીયા એક વર્ષ કરતાં વધુ સમયથી બિમાર હોવાથી તેમના સ્થાને રાદડીયા પરિવાર માંથી જ કોઇને ઉમેદવાર બનાવવાની વાત ચાલતી હતી,પરંતુ આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ જાણીતા સંઘી નેતા રમેશ ધડુકની  પસંદગી કરી છે.ભાજપે પોરબંદર અને બનાસકાંઠા બેઠકો માટે અનુક્રમે જયેશ રાદડીયા અને પરબત પટેલ એમ બે મંત્રીઓના ચહેરાની પસંદગી માટે કવાયત આદરી હતી.જોકે,આ બન્ને મંત્રીઓની નજીકના વર્તુળોનું કહેવું છે કે,આ બન્ને જણાએ પ્રાથમિક રીતે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી બતાવી ન હતી.આખરે બનાસકાંઠામાં પરબત પટેલને ઉમેદવાર ઘોષિત કરાયા છે.પંચમહાલ બેઠક માટે પ્રભાતસિંહ ચૌહાણ,વર્તમાન ધારાસભ્ય સી.કે. રાઉલજી અને પૂર્વ ધારાસભ્ય તુષાર મહારાઓલની વચ્ચે સ્પર્ધા હતી.આખરે ભાજપ નેતૃત્વએ આ ખેંચતાણમાં લુણાવાડા બેઠક પરથી અપક્ષ ચૂંટાયેલા અને ભાજપના જ આગેવાન રતનસિંગને ટિકિટ આપવામાં આવી છે.જ્યારે પ્રભાતસિંહ ચૌહાણને પડતાં મુકવામાં આવ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application