તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:પેટ્રોલ પંપ માટે જગ્યા બતાવવાનું કહી મહિલા સાથે શારીરિક અડપલા તેમજ જબર જસ્તીથી શારિરિક સબંધ બાંધવા દબાણ કરી મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે.મળતી માહિતી મુજબ વડોદરા જીલ્લાના સાવલી ગામનો દિલીપ ઉર્ફે જયદિપ જોષી નાઓ વ્યારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે ગયો હતો તે વખતે મહિલા ઘરે એકલી હોય તેને કહેલ કે “મેં તમારા માટે પેટ્રોલ પંપ માટે વ્યારા વઘઇ રોડ ઉપર જગ્યા જોઇ રાખેલ છે ચાલ મારી સાથે તને જગ્યા બતાવુ”તેમ કહેતા મહિલાએ કહેલ કે,“ આજે કાકા-મારા પતિ કે પપ્પા કોઇ નથી તમે પછી આવજો”તેમ કહેતા દિલીપ ઉર્ફે જયદિપ જોષી એ મહિલા ને જાતિવિષય ગાળો આપી પોતાની કાળા કલરની સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડીમાં બેસાડી લઇ ગયો હતો.અને ફોર વ્હીલ ગાડીમાં ગિયર બદલવાના બહાને મહિલાને શારિરિક અડપલા કરી તેમજ જબર જસ્તીથી શારિરિક સબંધ બાંધવા દબાણ કરી મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મહિલાના બાપુજીએ પેટ્રોલપંપનો પરવાનો મેળવવા ડોક્યુમેન્ટોની નકલો આપેલ હોય તે ડોક્યુમેન્ટ આધારે બંધ મોબાઇલ નંબર નંબરો એક્ટીવેટ કરાવી બદનામ કરવાની ધમકી આપી તેમજ બિભત્સ મેસેજો મોકલી જાતિ વિષયક ગાળો બોલી હોવાની ફરિયાદ મહિલાએ પોલીસ મથકે કરી હતી જેના આધારે વ્યારા પોલીસ મથકે દિલીપ ઉર્ફે જયદિપ જોષી વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ એસસી/એસટી સેલના ડીવાયએસપી એ.કે.પટેલ નાઓ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application