તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી સુમુલ દુધના ટેન્કર માંથી દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કર ચાલક અને ક્લીનરની અટક કરવામાં આવી છે.વાહન ચેકિંગ દરમિયાન સોનગઢ પોલીસ ખાતાના જવાનોએ દારૂ ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે,સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે આજરોજ વહેલી સવારે આશરે 4:00 કલાકના અરસામાં સોનગઢ પોલીસના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઉચ્છલ સુમુલ માંથી દૂધ ભરીને આવતું ટેન્કર નંબર જીજે-19-વી-0670 માં ચેકિંગ હાથ ધરતા ટેન્કરના કેબીન માંથી સુગંધી સંતરા તથા રોયલ સ્ટાઇલની બાટલીઓ નંગ 406 કિ.રૂ.30,200/- નો ભારતીય બનાવટનો દેશી-વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો,આ મામલે ટેન્કર ચાલક શિવાજીભાઈ નંદરીયાભાઈ વસાવા રહે,મોહિનીગામ,નિશાળ ફળિયું-ઉચ્છલ અને ક્લીનર રૂપસિંગભાઈ ભારજીભાઈ ગામીત રહે,ફૂલવાડી-ઉચ્છલ બંને જણાની અટક કરવામાં આવી છે.પોલીસ તપાસમાં હરીશભાઈનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.દેશી-વિદેશી દારૂ અને ટેન્કર મળી કુલ્લે રૂ.8,30,200/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,ટેન્કર ચાલક અને ક્લીનર વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ પીએસઆઈ બી.સી.સોલંકી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
high light-દૂધ જ્યાંથી ભરવામાં આવ્યું હતું ત્યાંજ ખાલી કરવું પડ્યું..
ઉચ્છલ સુમુલ ડેરી માંથી ટેન્કરમાં ભરવામાં આવેલ દૂધ સુમુલ ડેરી સુરત ખાતે લઇ જવાઈ રહ્યું હતું.પોલીસના જવાનોએ ટેન્કરનું દૂધ ઉચ્છલ સુમુલમાં ખાલી કરાવ્યા બાદ ટેન્કર સોનગઢ પોલીસ મથકે જમા કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500