તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ તાલુકાના આરકાટી ગામના દેખદેવી ફળીયામાં રહેતી શામીબેન દાસુભાઈ વસાવા આજરોજ સાડા નવેક વાગ્યાના સુમારે આરકાટી ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં ઘાસ કાપી રહી હતી તે સમય દરમિયાન શામીબેન ઉપર દીપડાએ અચાનક હુમલો કરતા તેણીના ડાબા ગાલ ઉપર ઈજા પહોચી હતી,તેમજ તેણીના ખેતર નજીકમાં હાજર બાંદીલાલ ધારાભાઈ વસાવા રહે,પાણીબાર-ઉચ્છલ નાઓ ઉપર પણ દીપડાએ હુમલો કરતા બાંદીલાલ વસાવાના માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી.બનાવના પગલે આસપાસના ખેતરમાં કામ કરતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી,દીપડાને જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઉચ્છલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બાંદીલાલ વસાવાની તબિયત લથડતા વધુ સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે,બનાવ અંગે દાસુભાઈ કરમા વસાવા નાઓએ ઉચ્છલ પોલીસ મથકે જાણ પોલીસે જાણવા જોગ બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ એએસઆઈ અલ્કેશભાઈ બાલુભાઈએ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.(ફાઈલ ફોટો)
high light-ઉચ્છલ રેંજના આરએફઓ સાથે ટેલીફોનીક થયેલ વાતચીત મુજબ,તેમણે જણાવ્યું હતું કે,ઘટનાની જાણ થતા જ 20 થી 25 જેટલો વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોચી ગયો હતો,ઈજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અને બનાવ સ્થળે આજુબાજુ મકાઇનું ખેતર હોવાથી પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે,સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી છે,વનવિભાગનો સ્ટાફ આખી રાત અહી મૌજુદ રહેશે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500