તાપીમિત્ર ન્યુઝ,વ્યારા-વાલોડ:વાલોડ અને કાકરાપાર વિસ્તારમાં મોટર સાયકલ સ્લીપ થવાના બે જુદાજુદા બનાવોમાં બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે,મળતી માહિતી અનુસાર વાલોડના બોરખડી ગામના કાકદડા ફળીયામાં રહેતા હરિશભાઇ સીતારામભાઇ ચૌધરી (ઉ.વ.૪૫) નાઓ તા.2જી માર્ચ નારોજ,હિરો સ્પેલેન્ડર મોટર સાયકલ નંબર જીજે-26-ડી-6163 લઈને વાલોડ-બાજીપુરા માર્ગ પર આવતું બુટવાડા ગામની સીમ માંથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ મોટર સાયકલના સ્ટેરીંગ ઉપર કાબૂ ગુમાવતા મોટર સાયકલ રોડ ઉપર સ્લીપ થઇ ગઈ હતી.જેના કારણે તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તા.છઠ્ઠી માર્ચ નારોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,બનાવ અંગે અસીનાબેન હરિશભાઇ ચૌધરી રહે,બોરખડી,કાકદડા ફળિયું,તા.વ્યારા નાઓની ફરિયાદને આધારે વાલોડ પોલીસ મથકે અકસ્માત મોત રજીસ્ટર કરવામાં આવ્યો છે,જયારે બીજા બનાવમાં વ્યારા તાલુકાના ઊંચામાળા ગામના ત્રણ રસ્તા પાસે તા.5મી માર્ચ નારોજ મોટર સાયકલ નંબર જીજે-26-ડી-3862 સ્લીપ થઇ જવાના કારણે મોટર સાયકલ ચાલક દીપકભાઈ જગ્ગનાથ બાગુલ રહે,વૃંદાવનધામ સોસાયટી-વ્યારા નાઓને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોચતા પ્રથમ ટાઉનશીપ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો,પરંતુ તબિયત વધુ લથડતા સારવાર અર્થે સુરત ખાતે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તા.છઠ્ઠી માર્ચ નારોજ દીપકભાઈ બાગુલ નું મોત નીપજ્યું હતું.બનાવ અંગે યોગેશભાઈ શિવાજીભાઈ ચૌધરી રહે,વૃંદાવનધામ સોસાયટી-વ્યારા નાઓની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસ મથકે અકસ્માત મોત બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500