તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા તાલુકાના બેડકુવા ગામના ચાર રસ્તા પાસે તા.22મી માર્ચ નારોજ,અજાણ્યો વાહન ચાલક પોતાનું તાબાનું વાહન બેડકુવાદુર ચાર રસ્તા તરફથી પુર ઝડપથી ગફલત ભરી રીતે ચલાવી હંકારી લાવી પલ્સર મોટર સાયકલ નંબર જીજે-26-એમ-1110 ની આગળના સાઇડે જમણી બાજુના ભાગે ટક્કર મારતા મોટર સાયકલ ચાલક મનોજભાઈ અમરસિંગભાઈ ચૌધરી(ઉ.વ.25)રહે,બેડકુવાદુર રેવા ફળીયું ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું,જયારે મોટર સાયકલ પાછળ બેસેલા મુકેશભાઇ જીતુભાઇ ચૌધરી(ઉ.વ.26)રહે,બેડકુવાદુર રેવા ફળીયું-વ્યારા ને ડાબા હાથ તથા ડાબા કાનના પાછળના ભાગે ઇજા પહોંચતા નજદીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,બનાવ અંગે કાકરાપાર પોલીસને જાણ થતા મુકેશભાઇ ચૌધરીની ફરિયાદને આધારે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application