Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના ગવાણમાં સનસનીખેજ લુટ,જામકીમાં ટ્રક ચાલકની હત્યા:પોલીસ દોડતી થઇ

  • March 20, 2019 

તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ગુન્હેગારો બેખોફ બન્યા છે.હોળી પર્વના એક દિવસ પહેલા લુંટ અને હત્યાનો બનાવ ઉચ્છલ પોલીસ ચોપડે નોંધાયો છે.જેને લઇ તાપી જીલ્લા પોલીસ દોડતી થઇ ગઈ છે,એકજ દિવસમાં હત્યા અને લુટની ઘટનાને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 અને સ્ટેટ હાઇવે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષાને લઇ અનેક સવાલો ઉભા થયા છે,કારણે અહીના માર્ગો પર એકજ દિવસમાં સનસનીખેજ ઘટનાઓ બની છે.તા.19મી માર્ચ નારોજ,જામકી ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર 53 ઉપર કાળા કલરની મોટર સાયકલ પર સવાર ત્રણ અજાણ્યા ઇસમોએ એક ટ્રક ને રોકી ટ્રક ચાલક સાથે ગાળા-ગાળી કરી “ટ્રક ઠીક સે નહી ચલાતે” તેમ કહી લાત અને ઝાપટ મારી કહેવા  લાગેલ કે,“નીચે ઉતરજા નહીં તો બહોત મારું ગા” તેમ જણાવી અજાણ્યા ઈસમો ટ્રક પર ચઢી ગયા હતા,અને ક્લીનર સાથે મારઝુડ કરતા હોય તે સમયે ગભરાય ગયેલો ટ્રક ચાલક  ટ્રક માંથી નીચે ઉતરી જતા તે ગાડીના પાછળના ટાયર પાસે જતો રહેલ ત્યાં અજાણ્યા ઇસમોએ ટ્રક ચાલક મહેન્દ્રભાઈ ભૈરો યાદવ(ઉ.વ.28) રહે,સોંતારી ટોનાપાથર,કટોરિયાબાંકા-બિહાર નાઓને છાતીના ભાગે કોઈ હથીયાર વડે ઘા કરી મોત ને ઘાટ ઉતારી ત્રણેય હત્યારાઓ ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે ટ્રક ક્લીનર શ્રવણકુમાર દુખિતભાઈ રાજવંશી રહે,ભલુઆગામ,ગોવિંદપુર-બિહાર નાઓની ફરિયાદને આધારે ઉચ્છલ પોલીસ મથકે હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજા બનાવમાં,ઉચ્છલના ગવાણ ગામની સીમ માંથી પસાર થતો સ્ટેટ હાઇવે માર્ગ પરથી મોટર સાયકલ લઇ પસાર થઇ રહેલા નરેશભાઈ દુર્ગાપ્રસાદ શર્મા નાઓને યુંનીકોર્ન મોટર સાયકલ પર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ ચાલુ ગાડીએ પાછળથી માથાના ભાગે લાકડાના ફટકો  મારી નરેશભાઈને ચાલુ ગાડી પરથી પાડી દઈ,મોઢા અને બંને હાથોમાં લાકડાના ફટકા મારી,નરેશભાઈ પાસેથી બેંક માંથી ઉપડેલા રોકડ રૂ.5 લાખ તેમજ મિત્ર પાસેથી ઉધાર લીધેલા રૂ.3.50 લાખ મળી કુલ્લે 8.50 લાખની સનસનીખેજ લુટ ચલાવી ત્રણેય લુટારાઓ ફરાર થઇ ગયા હતા,બનાવ અંગે નરેશભાઈ દુર્ગાપ્રસાદ શર્મા હાલ રહે,પાર્ટીબંધારા મેઈન રોડ,ઉચ્છલ નાઓએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે અજાણ્યા લુટારાઓ વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી,લુટારાઓને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે,  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application