તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:એક ખાનગી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં કોપી એડિટર તરીકે કામ કરતા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ચિરાગભાઈ પટેલની ઘાતકી હત્યાનાં વિરોધમાં તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા ગૃહમંત્રીને સંબોધતું આવેદનપત્ર તાપી જિલ્લાના પોલીસ વડા શ્રી.એન.એન.ચૌધરી અને જિલ્લા કલેક્ટરને આપી રજુઆત કરાઈ છે.પત્રકારોએ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરતા જણાવ્યુ કે,પત્રકાર ચિરાગ પટેલની ઘાતકી હત્યા કરી આરોપીઓ નાસી છુટ્યા હતા.હત્યા ક્રુરતા પુર્વક કરવામાં આવી છે.તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘના પત્રકારો અને ફોટોગ્રાફરો ઘટનાને વખોડે છે.પત્રકારની હત્યા લોકશાહીના સ્તંભ પર અસામાજીક ગુંડાઓનો હુમલો છે.મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનેગારોને જેલભેગા કરવા માંગ કરાઈ હતી.અને મૃતક પત્રકારના પરિવારજનોને સરકારી સહાય મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.આપને અહીં જણાવી દઇએ છીએ કે,ચિરાગ પટેલના રહસ્યમય મૃત્યુના ચાર દિવસે પોલીસ કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ન શકતાં સોશિયલ મીડિયામાં ‘ચિરાગને ન્યાય આપો’ના મેસેજ વાયરલ થયાં છે.ઠચેનલો અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ મૌન પ્રાર્થના પણ કરી હતી.બીજી તરફ ડીસીપી એ ચિરાગના મૃત્યુ અંગે જાણકારી હોય તો પોલીસને આપવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application