તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સોનગઢના જુનવાણ ગામે સ્ટોન કવોરીમાં થતું બ્લાસ્ટિંગના કારણે કુવા-બોર સહિત પીવાના પાણીનું સ્તર નીચે જવાથી ખેડૂતોને આર્થિક સંકટનો સામનો કરવાનો વારો આવ્યો છે,જેને લઇ આજરોજ સ્થાનિક ખેડૂતોએ કનૈયા સ્ટોન ક્વોરીનું લાયસન્સ રદ કરાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.
સોનગઢ તાલુકાના જુનવાણ ગામના ગ્રામજનોએ કનૈયા સ્ટોન કવોરીનું બ્લાસ્ટિંગ માટેનું લાયસન્સ રદ કરાવવાની માંગ સાથે આજરોજ તાપી જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.જુનવાણ ગામમાં સર્વે નંબર 149 માં ચાલતી યોગેશ મશરાણીની ભાગીદારી ધરાવતી કનૈયા સ્ટોન ક્વોરીનાં માલિકો દ્વારા બ્લાસ્ટીંગ કરવામાં આવે છે,બ્લાસ્ટીંગને કારણે ગ્રામજનોનાં મકાનોમાં તીરાડ પડેલ છે,તેમજ મકાનનાં નળિયા અને પતરાને નુકસાન પહોંચવાની સાથે ખેતરમાં કામ કરતી વખતે બ્લાસ્ટીંગને કારણે ઉડીને આવતા મોટા પથ્થર ખેતરમાં કામ કરતા ખેતમજુરો તેમજ નાના બાળકોને વાગવાથી ઈજાઓ થયેલ છે.બ્લાસ્ટીંગને કારણે જે ખૂબ જ ગંભીર હોય તેવા કુવા અને બોરના પાણીનું સ્તર ઊંડાણમાં નીચે જવાથી પીવાનાં પાણીની તીવ્ર તંગી સર્જાય છે,કવોરીની ફરતે જમીન ધરાવતા મોટેભાગના ખેડૂતો બોરિંગ દ્વારા પિયત કરે છે,તેઓના બોરિંગ તેમજ કુવા સુકાઈ જાય છે,જેથી ખેડૂતને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.તેમજ ખેતરમાં પથ્થરના ટુકડા,રજકણો અને પાઉડર પડતા ખેત ઉપજ પર ગંભીર અસર થવા પામેલ છે.અને ભવિષ્યમાં ખેતી લાયક જમીન બિન ઉપયોગી થઇ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે,બ્લાસ્ટિંગના કારણે ગ્રામજનો સતત ભયના ઓઠા હેઠળ જીવન ગુજરાન ચલાવી રહ્યા છે.અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જેથી કનૈયા સ્ટોન કવોરી કાયમી ધોરણે બંધ કરાવી બ્લાસ્ટિંગનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા તાપી જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application