તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:પબ્જી ગેમ/મોમો ચેલેન્જના કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ તેમજ વાણી,વર્તન,વ્યવહાર અને વિકાસ પર પડતી વિપરિત અસરોને ધ્યાનમાં લઇ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ એક જાહેરનામું બહાર પાડી તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પબ્જી ગેમ/મોમોચેલેન્જ રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.જાહેરનામામાં જણાવાયા અનુસાર તાપી જિલ્લાના હદ વિસ્તારમાં જાહેર સલામતિ અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ હેતુથી પબ્જી ગેમ/મોમો ચેલેન્જ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.સાથોસાથ જે પણ વ્યક્તિને તાપી જિલ્લાના હદ વિસ્તારમાં કોઇ પણ અન્ય વ્યક્તિ એવી પબ્જી ગેમ રમવાની ગતિવિધિમાં ભાગ લે છે,તે ધ્યાને આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા સમયમાં મૌખિક કે લેખિત જાણ કરવા કરવાની ફરજ કરવામાં આવી છે.ગુનાની તપાસ કામગીરી અને શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ જાહેરનામું લાગુ પડશે નહિં.જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application