તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લામાં વ્યારા ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં તાપી જિલ્લા આયોજન મંડળ અને આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાપી જિલ્લા આયોજન મંડળના ૯૦૦ લાખ અને આદિજાતિ વિકાસ મંડળના ૩૬૩૬.૨૩ લાખનું આયોજન મંજુર કરાયું હતું.રાજયના મહેસૂલ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઇ પટેલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકને સંબોધી હતી.બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે,તમામ અમલીકરણ અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ પરસ્પર સંકલનમાં રહી સમયમર્યાદામાં ગુણવત્તાયુકત વિકાસકામો થાય એની તકેદારી રાખે એમ જણાવી તેમણે ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ,આરોગ્ય,પીવાનું પાણી, સિંચાઇનું પાણી જેવી બાબતોને અગ્રતાક્રમ આપી વિકાસકામોનું આયોજન થાય એ ઇચ્છિત બાબત છે એમ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, લોકકલ્યાણલક્ષી આ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય,મંજૂર કરવામાં આવેલા કામોને તાત્કાલિક વહીવટી મંજૂરી આપી દેવા માટે તેમણે તાકીદ કરી હતી. તેમણે વિકાસ કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે,પ્રગતિ હેઠળના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તથા શરૂ ન થયેલા કામોને તાત્કાલિક શરૂ કરી દેવા સૂચના આપી તેમણે તમામ અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉચ્છલ તાલુકાનું રૂા.૧૨૫ લાખ,નિઝર તાલુકાનું રૂા.૧૦૦ લાખ,ડૉલવણ તાલુકાનું રૂા.૧૨૫ લાખ,કુકરમુન્ડા તાલુકાનું ૧૨૫ લાખ,વાલોડ તાલુકાનું રૂા.૧૦૦ લાખ,વ્યારા તાલુકાનું રૂા.૧૨૫ લાખ,સોનગઢ તાલુકાનું રૂા.૧૫૦ લાખ,સોનગઢ નગરપાલિકાનું રૂા.૨૫ લાખ અને વ્યારા નગરપાલિકાનું રૂા.૨૫ લાખનું આયોજન મળી કુલ રૂા. ૯૦૦ લાખનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું.જયારે આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં સોનગઢ તાલુકાનું રૂા.૯૬૨.૬૭ લાખ, વ્યારા તાલુકાનું રૂા.૭૦૭.૩૧ લાખ,ડૉલવણ તાલુકાનું રૂા. ૪૯૫.૪૬ લાખ,વાલોડ તાલુકાનું રૂા.૩૫૮.૮૯ લાખ, ઉચ્છલ તાલુકાનું રૂા.૪૬૦.૪૪ લાખ,નિઝર તાલુકાનું રૂા.૨૮૮.૮૫ લાખ,કુકરમુન્ડા તાલુકાનું રૂા.૨૮૮.૧૪ લાખ અને પ્રાયોજના વહીવટ કચેરીનો પ્રોજેકટ અમલીકરણ ખર્ચ પેઠે રૂા.૭૪.૪૭ લાખ મળી કુલ રૂા.૩૬૩૬.૨૩ લાખનું આયોજન મંજુર કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500